________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
પાંપણે બાંધ્યું પાણિયારું
રાજર્ષિએ મને સ્વસ્થ કરતાં કહ્યું : “કુમાર, તમે મારા શરીર સામે તો જુઓ. હવે આ દેહમાં શું રહ્યું છે? અને હવે મારે કોના માટે જીવવાનું છે? મારા સુખ માટે, મારા સ્વાર્થ માટે હું તમને અહીં જંગલમાં જકડી રાખવા નથી માગતો.'
“પરંતુ આપઘાત તો કેમ જ કરાય, કૃપાવંત?”
“મારા માટે હવે બીજો કોઈ માર્ગ નથી, કુમાર, મને અસમાધિ થવાની નથી. મેં દેહ અને આત્માનું ભેદજ્ઞાન દૃઢ કરેલું છે. આત્માની અજરતા અને અમરતાની મને પ્રતીતિ થયેલી છે...”
ના બાપુ.... ના બાપુ... આપને અગ્નિપ્રવેશ નહીં કરવા દઉં. મારા પર દયા કર...' આંસુઓથી ભીંજાઈ ગયેલા મુખે કરુણ રુદન કરતી ઋષિદત્તા રાજર્ષિને લપેટાઈ ગઈ,
મેં મારી પાછળ જોયું તો એક ઘાસની ઝૂંપડીમાં આગ લાગી હતી. એ ઝૂંપડીમાં આશ્રમનાં લાકડાં ભરેલાં હતાં. આગની જ્વાળાઓ ઊંચી જતી હતી.... મને તુર્ત ખ્યાલ આવી ગયો કે અહીં અમારી પાસે આવતાં પહેલાં રાજર્ષિએ જ ત્યાં આગ પેટાવેલી હોવી જોઈએ. હું એ ભડભડતી આગ તરફ જોઈ રહ્યો હતો, ત્યાં રાજર્ષિએ મને કહ્યું : ‘કુમાર, ઋષિદત્તાને સંભાળો, એ કોઈ દુઃસાહસ ન કરી બેસે.'
છાતી ફાટ રુદન કરતી ઋષિદત્તાને મેં મારા ઉલ્લંગમાં લીધી. રાજર્ષિ ઊભા થયા. બે હાથ જોડી, આકાશ સામે જોઈ પંચ-પરમેષ્ઠી નવકાર મંત્રનો ધીર ગંભીર ધ્વનિમાં પાઠ કર્યો.... આંખો બંધ કરી.... અને ત્વરિત ગતિએ ભડભડતી આગમાં કૂદી પડ્યા..... - ઋષિદત્તાએ ભાન ખોઈ નાંખ્યું હતું. મેં એને છાંયામાં સુવાડી અને અમારા આવાસમાં જઈને પાણી લઈ આવ્યો. મેં ઋષિદત્તા પર શીતલ પાણીનો છંટકાવ કરવા માંડ્યો..... હરણીએ ઋષિદત્તાના મુખને ચાટવા માંડ્યું.... ઉત્તરીય વસ્ત્રથી મેં પવન નાંખવા માંડ્યો.... થોડી વાર પછી એણે પોતાની આંખો ખોલી.. અને “હે તાત! હે તાત! અગ્નિપ્રવેશ ન કરો..” બોલતી તે ઊભી થઈ અને આગ તરફ જ્યાં પગ ઉપાડ્યા, મેં એને પકડી લીધી. હું એના કરુણ રુદનથી રડી પડ્યો... મારા ખોળામાં એનું મસ્તક લઈ, પંપાળવા લાગ્યો. એ બોલતી હતી :
“હા... હા... પિતાજી, તમે આ શું કર્યું? હવે હું અનાથ થઈ ગઈ... માતાને
For Private And Personal Use Only