________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨
પાંપણે બાંધ્યું પાણિયારું
ક્યારેક ભૂલ થઈ જાય તો ક્ષમા કરી દેજો.' તેઓ થાકી ગયા હતા. આટલું બોલીને તેઓ મૌન થઈ ગયા. મારું હૃદય એટલું ભરાઈ ગયું હતું કે હું ખૂબ મુશ્કેલીથી બોલી શક્યો. મેં કહ્યું :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હૈ તાતપાદ, આપ શા માટે આ બધી વાતો અત્યારે કરો છો? અમે અહીં જ છીએ ને? આપની પાસે જ છીએ.'
'ના, ના, કુમાર, હવે તમે ઋષિદત્તાને લઈને ૨થમર્દન નગરે પધારો. હવે મારા માટે તમારે અહીં રહેવાનું નથી.... હું મારા માર્ગે જઈશ....'
હું ક્ષણભર મૂંઝાયો. મેં ઋષિદત્તા સામે જોયું, એ પણ મૂંઝાયેલી હતી. મેં કહ્યું : ‘આપ ક્યાં જશો? આ અવસ્થામાં હવે આપે સ્થાનાંતર ન કરવું જોઈએ. આપને વાંધો ન હોય તો આપ પણ અમારી સાથે રથમર્દન પધારો. ત્યાં આપના માટે ઉદ્યાનમાં કુટિર તૈયાર કરાવીશ. આપની ઇચ્છા હશે તો ત્યાં નવું જિનમંદિર બંધાવીશ....'
‘કુમાર, હવે મારે કોના માટે જીવવાનું છે? હું તો આટલું પણ આના (ઋષિદત્તા તરફ હાથ કરીને) માટે જીવી રહ્યો છું. હવે એને તમને સોંપી દીધી, મારે હવે જીવવાનું કોઈ પ્રયોજન નથી....’
‘એટલે?’ હું ગભરાઈ ગયો હતો.
‘એટલે હવે હું અગ્નિપ્રવેશ કરવા ઇચ્છું છું.’
‘હૈં?’ હું અને ઋષિદત્તા ચીસ પાડી ઊઠ્યાં.
‘હા, મારા જેવા માટે જીવન કરતાં મૃત્યુ જ શ્રેષ્ઠ છે....'
‘ના, ના, એમ ન જ કરાય, તાત....' ઋષિદત્તા ચોધાર આંસુ વહાવતી પિતાના ખોળામાં માથું નાંખી રડી પડી. રડતી રડતી તે કહી રહી :
‘મારા ઉપર કરુણા કરો.... દયા કરો.... હે તાત, મને તરછોડી ન Mail....'
‘બેટી, એમ ન બોલ. મારી હિતશિક્ષા સાંભળ. પૂજ્યોની સેવા કરજે. શીલનું પાલન કરજે . સહપત્ની પ્રત્યે રોષ ન કરીશ. સુખમાં કે દુઃખમાં ક્યારેય પાપ ન આચરીશ. ધર્મનિષ્ઠ રહેજે,'
રાજર્ષિના નિર્ણયે મને કર્તવ્યમૂઢ બનાવી દીધો. હું મુનિનાં ચરણોમાં પડી ગયો. ‘હે પૂજ્ય, પ્રાણત્યાગની વાત પણ ન કરશો. કોઈ પણ સંયોગોમાં હું પ્રાણત્યાગ નહીં કરવા દઉં.’
For Private And Personal Use Only