________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૩૧
રાજર્ષિ મારી પાથરેલી ઘાસની ચટાઈ પર બેસી ગયા. મને અને ઋષિદત્તાને તેઓએ પોતાની પાસે બેસાડ્યાં. હ૨ણ-હરણી અમારી આસપાસ દોડવા લાગ્યાં.
રાજર્ષિએ મારા બંને હાથ પોતાના હાથમાં લીધા હતા. તેઓ આજે કોઈ વાત કહેવા જ આવ્યા હતા, એમ મને લાગ્યું. અને તેઓએ કહ્યું : ‘કુમાર, તમે સુવિનીત છો. મારી આંતરેચ્છાને તમે અનુસરી રહ્યા છો. રાજમહેલને છોડી તમે આ ધૂળ ભરેલા આશ્રમમાં મારા માટે જ રહ્યા છો, તમારો મોટો ઉપકાર....'
મેં તેમના મુખ પર હાથ દાબી દીધો અને કહ્યું : ‘હે કૃપાળુ, આપ આવું ન બોલો. મને અહીં રાજમહેલ યાદ પણ નથી આવતો. રાજમહેલ કરતાં પણ વિશેષ આનંદ હું અહીં અનુભવી રહ્યો છું. આપનું પુનિત સાન્નિધ્ય સુખની વર્ષા કરી રહ્યું છે.’
રાજર્ષિની આંખો સજલ બની. તેઓ ગદ્ગદ્ સ્વરે બોલ્યા : ‘કુમાર, સાચે જ ઋષિદત્તાનાં અનંત પુણ્ય જાગ્યાં કે તમે એને મળી ગયા. તમે વનમાં જન્મેલી અને વનમાં ઊછરેલી આ કન્યાનો સ્વીકાર કરીને એના ઉપર તો ઉપકાર જ કર્યો છે, પરંતુ મને પણ તમે મોટો સંતોષ આપ્યો છે. મને ચિંતારહિત કર્યો છે...' તેઓની આંખોમાંથી બે આંસુ જમીન પર પડ્યાં. મેં મારા ઉત્તરીય વસ્ત્રથી તેમની આંખો લૂછી. તેઓ હાથને પંપાળતાં બોલ્યા :
‘કુમાર, તમે ગુણવાન છો એટલે ઋષિદત્તા માટે તમને ભલામણ કરવાની જરૂર નથી, છતાં પિતાનું હૈયું છે ને.... એટલે બે વાતો કહું છું. મેં ક્યારેય આ મારી દીકરીને ધિક્કારી નથી, તિરસ્કારી નથી. એને ધિક્કાર અને તિરસ્કાર એટલે શું, એની પણ ખબર નથી. માટે તમે ક્યારેય એને ધિક્કારશો નહીં. એના કોમળ હૃદયને દુભાવશો નહીં. રાજમહેલની પુત્રવધૂમાં જે કાર્ય-કુશળતા જોઈએ, જે દક્ષતા જોઈએ, તે એનામાં નથી, કળાઓમાં એ નિપુણ નથી.... એવી મારી દીકરી મેં તમને સોંપી છે.... એનું તમે તમારા પ્રાણની જેમ જતન કરજો....’
વયોવૃદ્ધ અતિ કૃશ કાયાવાળા રાજર્ષિ ચોધાર આંસુએ રડી પડ્યા. હું અને ઋષિદત્તા પણ રડી પડ્યાં. હરણ અને હરિણી.... ઋષિદત્તાના મુખને ચાટવા લાગ્યાં.... વૃક્ષ ઉપર બેઠેલાં પંખીઓનો કલરવ બંધ થઈ ગયો. તૂટેલા અવાજે રાજર્ષિ બોલવા લાગ્યા :
‘કુમાર, તમારા સહવાસથી તે કળાસંપન્ન થશે, દક્ષ બનશે. એ સુશીલા છે, સુવિનીતા છે.... એ તમને પરમાત્માતુલ્ય માનીને પૂજશે. તમારી આજ્ઞાનું યથાર્થ પાલન કરશે... છતાંય વનવાસિની છે ને...
For Private And Personal Use Only