________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષિદત્તા સાથે લગ્ન કર્યાને એક મહિનો વીતી ગયો હતો. આશ્રમમાં મને ફાવી ગયું હતું. ચોવીસે કલાક ઋષિદત્તા મારી પાસે રહેતી. રાજર્ષિ હરિર્ષણનું વાત્સલ્યપૂર્ણ સાન્નિધ્ય હતું. હવામાન ખુશનુમાં હતું. કુદરતનું અપાર સૌંદર્ય હતું. વૃક્ષોની ઝૂલતી ડાળીઓ, નિર્દોષ ક્રિીડા કરતાં હરણો, આકાશમાં ઊડતાં રંગબેરંગી પંખીઓ, ખળખળ વહેતાં પાણીનાં ઝરણાં... મુક્ત મન અને મુક્ત આકાશ.... સ્વર્ગનાં સુખો પણ આવાં નહીં હોય, એમ મને લાગ્યું.
પરંતુ મનમાં કચવાટ કહો અથવા દુ:ખ કહો, એક જ વાતનું હતું... રાજર્ષિ હરિપેણના મુખ ઉપર દિનપ્રતિદિન ઉદાસીનતા વધતી જતી હતી. તેઓ વધુ સમય પરમાત્મા ઋષભદેવના મંદિરમાં ભક્તિભાવમાં અને ધ્યાનમાં વિતાવતા હતા. મારી સાથે અને ઋષિદત્તા સાથે કામ પૂરતી જ વાત કરતા હતા. અલબત્ત, અમારા બંને પ્રત્યે તેઓની આંખોમાં સ્નેહ વર્તાતો હતો. મને વિચારતાં વિચારતાં એમ સમજાયું કે તેઓ પોતાના મનને વધુ ને વધુ વિરક્ત બનાવી રહ્યા હતા. ઋષિદત્તા સાથે બંધાયેલી મમતાને તોડવા તેઓ મથી રહ્યા હોય, એમ મને લાગ્યું. તેમના મનમાં “પુત્રી રાજકુમારને પરણી છે, એ કંઈ અહીં કાયમ ન રહે.. હવે એમને વિદાય આપવી જોઈએ.. પણ ઋષિદત્તા વિનાના આશ્રમમાં...' આ વિચાર ઘોળાતો હોવો જોઈએ. ભલે તેઓએ ઋષિનું જીવન અંગીકાર કર્યું હતું, પરંતુ આશ્રમમાં આવ્યા પછી તેમને સતત નેહ, વાત્સલ્ય અને મમતાનું જ જીવન જીવવું પડ્યું હતું. તેઓ એક ઋષિના જીવનમાં હોય તેવી વિરક્તિ, ઉદાસીનતા, કઠોરતા.. કેળવી શક્યા ન હતા. વર્ષોથી ઋષિદત્તાને તેમણે પ્રેમ અને વાત્સલ્યના અમૃતપ્યાલા પાયા હતા..... વર્ષોનો આ અભ્યાસ તેઓને અત્યારે દુઃખી કરી રહ્યો હોય, એમ મને લાગ્યું. તેઓ પોતાના મનની વાત નહોતા કરતા, પરંતુ એમનો જીવન-વ્યવહાર ઘણું ઘણું બોલતો હતો!
એક દિવસ મધ્યાહુનનું ભોજન કરીને હું આશ્રમમાં અશોક વૃક્ષની છાયામાં એક ઘાસની ચટાઈ પર આડો પડ્યો હતો. ઋષિદત્તા પણ થોડે દૂર બેઠી બેઠી હરણ-હરણીના જોડલા સાથે આનંદ-પ્રમોદ કરી રહી હતી, ત્યાં રાજર્ષિ ધીમે પગલે આવી પહોંચ્યા. હું ઊભો થઈ ગયો. ઋષિદત્તા પણ પાસે આવી ગઈ.
For Private And Personal Use Only