SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંપણે બાંધ્યું પાણિયારું ૨૯ ‘તને મારી પાસે જ રાખીશ. આપણો સુંદર મહેલ છે. તને મહેલ નહીં ગમે તો આવો મજાનો આશ્રમ બનાવી દઈશું ત્યાં!’ ‘તમે મહેલમાં રહેલા છો, તમને આશ્રમમાં નહીં ફાવે. મને મહેલમાં ફાવી જશે.... પણ ...’ ‘પણ શું?’ ‘મારી એક ઇચ્છા પૂરી કરશો?' ‘એક નહીં, બધી જ!’ ‘આપણે અહીંથી જઈએ ત્યારે મારી હરણ-હરણીની જોડીને સાથે લઈ જઈશું?' ‘ઓહો! સરસ! મને પણ એ જોડી ગમી ગઈ છે.... કેવાં ભોળાં.... કેવાં સુંદર ને પ્રેમાળ છે એ હરણ-હરણી! આપણે એમને આપણી સાથે જ લઈ જઈશું....' જો આપણે સાથે ન લઈ જઈએ ને તો....' બોલતાં બોલતાં ઋષિદત્તાની આંખો આંસુઓથી ઊભરાવા લાગી.... ગળગળા સ્વરે બોલી : ‘મારા વિના એ જીવી જ ન શકે....’ એ મારા હાથને પંપાળવા લાગી. ‘હું જાણું છું તારો એ જોડલા સાથેનો પ્રેમ! પ્રેમીઓનો વિયોગ કરાવવાનું પાપ હું નહીં કરું.' ‘કુમાર.... તમે બહુ સારા છો!' ‘અને તું?’ એણે મારા મોઢા ઉપર પોતાની કોમળ હથેળી દાબી દીધી. અંધારું થઈ ગયું હતું. મંદિરમાં આરતીનો સમય થઈ ગયો હતો. અમે આશ્રમ તરફ ચાલવા માંડયું. આશ્રમના હારે રાજર્ષિ અમારી રાહ જોતા ઊભા હતા. અમે પહોંચ્યાં એટલે અમારી સાથે તેઓ પણ મંદિરમાં આવ્યા. ઋષિદત્તાએ નિત્યક્રમ મુજબ આરતી તૈયાર કરી અને દીવા સળગાવી રાજર્ષિને આપી. મેં શંખનાદ કરવા માંડ્યો. ઋષિદત્તાએ મધુર સ્વરે આરતી બોલવા માંડી, ભગવાન ઋષભદેવની મનોહર મૂર્તિ આજે મને ખૂબ વહાલી લાગી.... મેં ધરાઈ ધરાઈને દર્શન કર્યાં. For Private And Personal Use Only
SR No.008918
Book TitlePapane Bandhyu Paniyaru
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy