________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮
www.kobatirth.org
પાંપણે બાંધ્યુ પાણિયારું
‘નાથ, શું આપને માતા છે?'
‘હા, બહુ જ વાત્સલ્યભરી માતા છે! તને ખૂબ ગમી જશે! તું તો એને ખૂબ જ ગમી જઈશ.....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી વાત સાંભળીને એ ઊંડા વિચારમાં ડૂબી ગઈ. મને યાદ આવી રાજર્ષિની વાત. ‘કુમાર, રાણી પ્રીતિમતિ પુત્રીને જન્મ આપ્યા પછી તુર્ત જ મૃત્યુ પામી....’ ઋષિદત્તાએ માતાને જોઈ જ ન હતી.... માતાનું સુખ મેળવ્યું ન હતું. મેં એને કહ્યું :
‘મારી માતાને પરમાત્મા ખૂબ ગમે છે. ઋષિમુનિઓ પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે. ખૂબ ધાર્મિક વૃત્તિની છે. મારા ઉપર એને ખૂબ પ્રેમ છે.’
‘પૂછો?’
‘નારાજ નહીં થાઓને?’
‘તો તો મને ખૂબ ગમશે તમારી માતા....' એણે મારી સામે એવી દૃષ્ટિથી જોયું. મેં એની આંખોમાં પરમ સંતોષ જોયો!
બીજી એક વાત પૂછું?'
‘ક્યારેય નહીં!’ એણે મારી સામે જોયું. મારી આંખો વાંચી, પછી બોલી : ‘તમારા પરિવારમાં માંસાહાર તો નથી થતો ને?'
‘તારો ભય અસ્થાને છે. રાજપરિવારોમાં લગભગ માંસાહાર થતો હોય છે, પરંતુ અમારા પરિવારમાં માંસાહાર વર્જિત છે, કારણ કે અમે પણ પ૨માત્મા ઋષભદેવના નિગ્રન્થ પ્રવચનને માનીએ છીએ. અહિંસા ધર્મ પ્રત્યે અમારા પરિવારની શ્રદ્ધા છે.'
‘તો તો બહુ સારું!' તેના મુખ ઉપર આનંદ છવાઈ ગયો.... તે બોલી : ‘તમે બહુ સારા છો, મને ખૂબ ગમો છો....' તેણે મારો હાથ પકડી લીધો. જાણે કે સાચો હસ્તમેળાપ એ જ વખતે થયો! જાણે કે એને મનગમતું બધું જ મળી ગયું!
‘પણ તને મહેલમાં રહેવું ગમશે, ઋષિદત્તા?' મેં એની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું.
‘કેમ નહીં ફાવે? જ્યાં તમે હશો ત્યાં મને ફાવશે જ.... મને તમારી પાસે જ રાખશો ને?’ તેણે બે હાથે મારો જમણો હાથ પકડી લીધો... પોતાનું મુખ હાથ પર ટેકવી દીધું.
For Private And Personal Use Only