________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
પાંપણે બાંબુ પાણિયારું
તો શું આપણે કાવેરી નગરી નથી જવાનું? રુકિમણી સાથે પાણિગ્રહણ નથી કરવાનું?” એક મિત્ર બોલી ઊઠ્યો.
સાચું કહું? આ વાત તો મેં વિચારી જ ન હતી! ઋષિદત્તાને જે દિવસે જોઈ હતી, ત્યારથી માંડીને આજ સુધીમાં રુકિમણીનો વિચાર જ મને નથી આવ્યો! મિત્રનો પ્રશ્ન સાંભળીને હું વિચારમાં પડી ગયો, પરંતુ થોડી જ ક્ષણોમાં મેં નિર્ણયાત્મક જવાબ આપ્યો :
ના, હવે આપણે કાવેરી નથી જવું. રુકિમણી સાથે પાણિગ્રહણ નથી કરવું. અહીંથી જ આપણે પાછા ફરીશું.'
એમ કરવાથી મહારાજા હેમરથ નારાજ નહીં થાય?' મિત્રે ભયસ્થાન બતાવ્યું. મારી કલ્પનામાં પિતાજી આવી ગયા. મારા મનમાં લાગ્યું કે પિતાજી નારાજ નહીં થાય. મેં મિત્રોને કહ્યું : પિતાજી શા માટે નારાજ થાય? હું તેઓને સમજાવીશ.” પેલી રુક્મિણીનું શું થશે?' બીજા મિત્રે પ્રશ્ન કર્યો.
એની ઇચ્છા મુજબ કરે. હું હવે બીજું લગ્ન નહીં કરી શકું.” દૃઢતાપૂર્વક મારો નિર્ણય જણાવ્યો. હું ઋષિદત્તા સિવાય હવે બીજી સ્ત્રીની કલ્પના પણ કરી શકું એમ ન હતો.
તો પછી અહીં કેટલો સમય રોકાવાનું થશે?' “કંઈ નક્કી નહીં. જ્યારે રાજર્ષિ અનુજ્ઞા આપે ત્યારે પાછા ફરવાનું.' મારા મિત્ર રાજકુમારોએ પરામર્શ કર્યો અને મને કહ્યું :
મિત્ર, તું સુખેથી અહીં રહે. તારું અહીં રહેવું ઉચિત છે. જો અમારું કોઈ પ્રયોજન ન હોય તો અમે અમારા નગરે જઈએ.'
મેં તેઓને પ્રસન્નચિત્તે વિદાય આપી. તેઓએ રાજર્ષિનાં ચરણે પ્રણામ કર્યા અને ત્યાંથી પ્રયાણ કરી ગયા. મારા સૈન્યના પડાવને વ્યવસ્થિત કરી દેવામાં આવ્યો. મેં મારો નિવાસ આશ્રમમાં ફેરવી દીધો, જેથી હું રાજર્ષિની વધુ નિકટ રહી શકું. ઋષિદત્તા પણ એમની નજીક જ રહી શકે.
આશ્રમમાં મારી દૈનિક જીવનચર્યા વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ. ઋષિદત્તા, જાણે હું દેવ હોઉં તે રીતે મારી સેવા કરવા લાગી. નમ્રતા, વિનય અને સૌજન્યની જાણે સાક્ષાત્ મૂર્તિ! બોલવાનું બહુ જ ઓછું... અને સ્નેહ અપાર! અમે રોજ સંધ્યા સમયે આસપાસના વનપ્રદેશમાં ફરવા પણ જતાં હતાં. એક દિવસ એણે મને પૂછ્યું :
For Private And Personal Use Only