________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
પાંપણે બાંધ્યું પાણિયારું થોડી ક્ષણો એ આંખો બંધ કરીને મૌન બેસી રહ્યા, પછી તેમણે મારી સામે જોયું. તેઓ મને કંઈક કહેવા ઇચ્છતા હતા. મેં મૌનને તોડ્યું :
હે તાતતુલ્ય રાજર્ષિ! કોઈ જ સંકોચ રાખ્યા વિના જે કહેવું હોય તે કહેવાની કૃપા કરો.”
કુમાર, ઋષિદત્તા હવે તમને સોંપી છે. હવે તમે અહીંથી જવાનું પણ વિચારશો.... પરંતુ મારી ઇચ્છા એવી છે કે તમે થોડા વધુ દિવસ અહીં રોકાઓ....'રાજર્ષિનો સ્વર ભીનો થઈ ગયો હતો. તેમની ઊંડી ઊતરી ગયેલી આંખો પણ ભીની બની હતી... તેઓ ઋષિદત્તાની સામે જોઈ રહ્યા હતા. ઋષિદત્તાની આંખોમાંથી જમીન ઉપર આંસુ ટપકી રહ્યાં હતાં.
વીસ-વીસ વર્ષથી સતત વાત્સલ્યભર્યા પિતાના ઉલ્લંગમાં ઊછરીને મોટી થયેલી ત્રષિદત્તાને “હવે પિતાને છોડીને એક અજાણ્યા પુરુષ સાથે... અજાણ્યા નગરમાં મારે જવું પડશે... પિતાનાં દર્શન ક્યારે થશે.' આ વિચાર આવી જાય અને તેને વિશ્વળ બનાવી દે એ સ્વાભાવિક હતું. પોતાની લાડકવાયી... હૃદયના ટુકડા જેવી પુત્રી પોતાનાથી દૂર દૂર ચાલી જવાની.... આ કલ્પના નેહાળ પિતાના હૃદયને ગદ્ગદ્ કરી મૂકે તે પણ સ્વાભાવિક જ હતું. છતાં પિતા તો એક ઋષિ હતા, તત્ત્વજ્ઞાની હતા. તેઓ પોતાના મનનું સમાધાન કરી શકે એમ હતા, પરંતુ દીકરીનું શું! એ તો મુગ્ધા હતી.... પિતૃપ્રેમથી છલોછલ ભરેલી હતી... પિતૃવિયોગની કલ્પના એના નાજુક હૃદય ઉપર..... હું ધ્રૂજી ઊઠ્યો. મેં રાજર્ષિની સામે જોયું અને કહ્યું :
હે પૂજ્યપાદ, આપની ઇચ્છા હશે, ત્યાં સુધી હું અહીં રહીશ, પ્રસન્નતાથી રહીશ. મને આ આશ્રમ ગમે છે... આ હરણાંનાં જોડલાં ગમે છે. હું અહીં રહીશ. મારી વાતથી રાજર્ષિ ગદ્ગદ્ થઈ ગયા અને મને એમના બાહુપાશમાં જકડી લઈ.... મારા મસ્તકને વારંવાર પંપાળવા લાગ્યા. મારી આંખો સજલ બની ગઈ હતી. રાજર્ષિના વાત્સલ્યથી મારું હૃદય ઊભરાઈ રહ્યું હતું.
હું ઊભો થયો. ઋષિદત્તા પણ ઊભી થઈ. મેં એને ઇશારાથી સમજાવ્યું કે, એ ત્યાં રાજર્ષિ પાસે જ બેસે. એ બેસી ગઈ. હું આવાસની બહાર આવ્યો. આશ્રમના ઉદ્યાનમાં મારા મિત્ર રાજકુમારો આનંદથી ફરી રહ્યા હતા. હું એમની પાસે ગયો. મેં તેમને કહ્યું : “મિત્રો, મારે અહીં થોડા વધુ દિવસ રોકાવું પડશે. રાજર્ષિની ઇચ્છા એવી છે. એટલે, જો તમારે તમારા નગરે જવું હોય તો તમે જાઓ.”
For Private And Personal Use Only