________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં રાજર્ષિને અને ઋષિદત્તાને આજે મારી સાથે ભોજન કરવા માટે, મારી સાથે છાવણીમાં આવવા ઘણો આગ્રહ કર્યો, પરંતુ રાજર્ષિએ મારું આમંત્રણ ન સ્વીકાર્યું. તેમણે મને કહ્યું : “કુમાર, તારું ઔચિત્ય તારા શ્રેષ્ઠ કુળની મર્યાદા સૂચવે છે, પરંતુ અમે અત્યારે આશ્રમવાસી છીએ. ઋષિ-મુનિને તો જંગલનાં ફળ વગેરેનો જ આહાર કરવાનો હોય. અમે અમારી મર્યાદામાં જીવીએ એ જ ઉચિત કહેવાય.'
ઋષિદત્તાના મુખ ઉપર અપાર પ્રસન્નતા છવાઈ ગઈ હતી. શરમથી એ મારી સામે જોઈ શકતી ન હતી. તેના કોમળ શરીરે રામરાજી વિકસ્વર થઈ ગઈ હતી. તે મૌન હતી; છતાં એ બોલતી મને સંભળાતી હતી. રાજર્ષિએ ઋષિદત્તાને કહ્યું: “બેટી, આપણા આહારની તૈયારી કરો.”
ઋષિદત્તા મારી તરફ સ્નેહભીની દૃષ્ટિ ફેંકતી, મુખ પર સ્મિત ફરકાવતી ત્યાંથી ચાલી ગઈ. હું પણ ભોજન માટે મારી છાવણીમાં ચાલ્યો ગયો. મારા મિત્ર રાજકુમારો મારી રાહ જોતા બેઠા હતા. તેઓ વનકન્યા અંગે જાણવા ખૂબ આતુર હતા. જે રાજપુરુષોએ ગઈકાલે એ વનકન્યાને જોઈ હતી અને મને આ પ્રદેશમાં લઈ આવેલા, તેઓ પણ “શું બન્યું?' તે જાણવા ખૂબ આતુર હતા. મેં મારા શ્વેત વસ્ત્રોના બનાવેલા સુંદર આવાસમાં જઈને મિત્રોને કહ્યું : પહેલાં આપણે ભોજન કરી લઈએ! પછી તમને હું બધી વાત કરું છું. ‘શકે. વિકીય મોwવમ-' સ કામ છોડીને પહેલું કામ ભોજનનું કરવું જોઈએ!”
હું ખૂબ પ્રફુલ્લિત હતો. પેટમાં ભૂખ હતી છતાં મારાં તન-મન ખૂબ ઉલ્લસિત હતાં. અમે મિત્રોએ સાથે બેસીને આનંદથી ભોજન કર્યું. ભોજનની જ જગ્યાએ બેસીને મેં મિત્રોને રાજર્ષિના આશ્રમમાં બનેલી સર્વ વાતો ખૂબ રસથી કહી સંભળાવી. પેલા મારા રાજપુરુષ પણ આવીને સાંભળવા બેસી ગયા હતા. સહુને મારી વાત સાંભળીને અત્યંત હર્ષ થયો. ઋષિદત્તા સાથે લગ્ન કરવાનું મેં સ્વીકાર્યાની વાતથી સહુનાં ચિત્ત આનંદિત થઈ ગયાં. મિત્રોએ કહ્યું : “કનક! સારા મુહૂર્ત ઋષિદત્તા સાથે લગ્ન કરી જ લે.”
પિતાજીએ રાજપુરોહિતને મારી સાથે મોકલેલા હતા જ. મિત્રોએ રાજપુરોહિતને બોલાવ્યા. રાજપુરોહિતે આવીને મને પ્રણામ કર્યા અને તેમને બોલાવવાનું
For Private And Personal Use Only