________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
પાંપણે બાંધ્યું પાણિયારું રાજર્ષિને એ “અંજન' યાદ આવી ગયું. “અંજન' બનાવવાની વિધિને બરાબર યાદ કરી લીધી અને અંજન' તૈયાર કરી દીધું.
એ અદશ્યીકરણ-અંજન એવું હતું કે જેની આંખોમાં આંજવામાં આવે તેને કોઈ જોઈ ન શકે, એ બીજાઓને જોઈ શકે! રાજર્ષિ અવસરે અવસરે આ “અંજનનો પ્રયોગ ઋષિદત્તા પર કરવા લાગ્યા. પછી તો ઋષિદત્તાને એ અંજનવિધિ જ બતાવી દીધી. આ અંજનના સહારે ઋષિદત્તા સ્વેચ્છાનુસાર આ વનપ્રદેશમાં ફરવા લાગી. એને હવે કોઈ ભય ન રહ્યો. જંગલવાસી પુરુષો ઋષિદનાને જોઈ જ શકતા નથી! ભરયૌવનમાં પ્રવેશેલી ઋષિદના નિર્ભય અને નિશ્ચિત બનીને પિતાની સેવામાં લીન રહે છે.
હે કુમાર! હે સૌજન્યશીલ! એ હરિપેણ રાજા તે હું છું અને એ ઋષિદત્તા તે આ મારી પુત્રી છે!'
રાજર્ષિ શ્રમિત થઈ ગયા હતા. તેમણે આંખો બંધ કરી અને ભીંતના સહારે શરીર ટેકવી દીધું. મેં ઋષિદના સામે જોયું.... મારા હૈયામાં એના પ્રત્યે અપાર સ્નેહ છલકાયો. એની આંખોમાં મારા પ્રત્યે મેં આદર જોયો, પ્રેમ જોયો... અમે અરસપરસ એકબીજા સામે મૌનપણે જોઈ રહ્યાં હતાં.... એની નોંધ રાજર્ષિએ લઈ લીધી હતી. તેમના મુખ ઉપર મિત રમવા માંડ્યું. મારી સામે જોઈને મને કહ્યું :
કુમાર, મારી એક ભેટનો સ્વીકાર કરશો?' “આપ મારા પૂજ્ય છો, રાજર્ષિ છો, આપની આજ્ઞા હું શિરોધાર્ય કરીશ. આપ આજ્ઞા કરો.” મેં નતમસ્તકે પ્રત્યુત્તર આપ્યો.
‘કુમાર, મારી પુત્રી ઋષિદત્તા હું તમને સોંપું છું, તમે એનો સ્વીકાર કરી મને મમતાના બંધનથી મુક્ત કરો.'
આપની આજ્ઞાનો સ્વીકાર કરું છું. મેં તેમનાં ચરણે મસ્તક મૂકી તેમના આશીર્વાદ લીધા. મધ્યાહુનનો સમય થઈ ગયો હતો. ભોજનવેળા થઈ ગઈ હતી. મારા હૃદયમાં આનંદનો મહોદધિ ઘૂઘવી રહ્યો હતો.
For Private And Personal Use Only