________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨.
પાંપણે બાંધ્યું પાણિયારું રાજા હરિપેણ ઘોર ઉદાસીનતામાં ડૂબી ગયા. રાણી પ્રીતિમતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રાજા-રાણીએ તપસ્વીઓના પગમાં પડીને ક્ષમા માગી અને સત્ય હકીકત જણાવી.... કે “અમે આશ્રમમાં આવીને સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. આશ્રમમાં આવ્યા તે પૂર્વે રાણી ગર્ભવતી હતી. માટે તમે સહ આશ્રમ ત્યજીને ચાલ્યા ન જાઓ.' પરંતુ તપસ્વીઓનાં મન ઉદ્વિગ્ન થઈ ગયાં હતાં. તેમણે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો.... તેઓ ચાલ્યા ગયા.
પછી આશ્રમમાં માત્ર રાજા અને રાણી બે જ રહ્યાં. તેમના હૃદયમાં પશ્ચાત્તાપનો પાર ન હતો.... પરમાત્મા ઋષભદેવનાં ચરણોમાં અનેકવાર રાણી પ્રીતિમતિ રડી પડતી હતી. રાજા રાણીને આશ્વાસન આપીને સ્વસ્થ કરતા હતા. એમ કરતાં શેષ ચાર મહિના પસાર થઈ ગયા. એક દિવસે પ્રીતિમતિના શરીરમાં તીવ્ર વેદના ઊપડી.... તેણે પુત્રીને જન્મ આપ્યો.
પુત્રીને જન્મ આપ્યા પછી પ્રીતિમતિનું સ્વાથ્ય બગડતું ગયું. રાજા રાણીની ખૂબ સેવા-સુશ્રુષા કરે છે. પુત્રીને પણ સાચવે છે.... છતાં રાજાને હજુ કોઈ નવો આઘાત સહેવાનો હર... એક દિવસ રાણીએ કાયાનું પીંજરું ત્યજી દીધું, હંસલો ઊડી ગયો... પીંજરું પડી રહ્યું. રાજા હરિષેણે પોતાના ભાવુક હૃદય પર પથ્થર મૂકીને રાણીના દેહને અગ્નિસંસ્કાર કર્યો. નવજાત પુત્રીને સંભાળી
લીધી.
ઋષિના આશ્રમમાં પુત્રીનો જન્મ થયો હતો, તેથી પુત્રીનું નામ ઋષિદત્તા' પાડીને રાજા એને ઋષિદત્તા કહીને જ બોલાવે છે. પોતાના જીવનમાં નિરંતર ઉગ્ર તપશ્ચર્યા કરતા એ રાજર્ષિ “ઋષિદત્તાને ઉચ્ચ કોટિના સંસ્કારો આપે છે. જેમ જેમ ઋષિદત્તા મોટી થતી જાય છે, તેનું રૂપ અને લાવણ્ય ખીલી ઊઠે છે. આઠ વર્ષની ઋષિદત્તા થઈ અને એણે પિતાની સેવાનું જાણે વ્રત લઈ લીધું. વનનાં હરણ-હરણીનાં જોડલાં તો ઋષિદત્તાનાં સહવાસી બની ગયાં હતાં. ઋષિદત્તા વન્ય પશુઓ પ્રત્યે અપાર સ્નેહ વરસાવતી... એની દુનિયા જ એ હતી ને!
એક દિવસ રાજર્ષિએ ઋષિદત્તાને જોઈ.. ધ્યાનથી જોઈ... એમના મનમાં એક ભય જાગ્યો : “મારી આ રૂપવતી દીકરીનું ક્યારેક વનવાસી લોકો અપહરણ કરી જશે તો?' રાજર્ષિ ચિંતામાં પડી ગયા. ત્યાં એમને કુલપતિ વિશ્વભુતિ યાદ આવ્યા. જ્યારે આ જિનમંદિરના નિર્માણ વખતે રાજા વિશ્વભૂતિની 1.સે રહેલા ત્યારે વિશ્વભૂતિએ રાજા પ્રત્યેના વિશ્વાસથી અને અનુરાગથી જેમ વિષાપહાર મંત્ર' આપેલો, તેમ અદશ્ય થઈ જવાનું એક “અંજન' પણ બતાવેલું!
For Private And Personal Use Only