________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
પાંપણે બાંધ્યું પાણિયારું
મહર્ષિ વિશ્વભૂતિએ રાજા હરિષણની આગતા-સ્વાગતામાં જેમ કોઈ ઊણપ ન રાખી, તેમ રાજાના હૃદયને ધર્મવાણીથી એવું ભીંજવી દીધું કે રાજાને મહર્ષિ પ્રત્યે અંતરંગ પ્રીતિ જાગ્રત થઈ. મહર્ષિએ પરમાત્મા ઋષભદેવના એવા ગુણો ગાયા... કે રાજાના હૃદયમાં પરમાત્મા ઋષભદેવ પ્રત્યે ભરપૂર ભક્તિભાવ ઉલ્લસ્યો. તેમના મનમાં મનરથ પ્રગટ્યો કે “હું આ આશ્રમમાં ભગવાન ઋષભદેવનું સુંદર મંદિર બનાવી, પરમાત્માની નયનરમ્ય પ્રતિમા પધરાવું!' તેમણે કુલપતિને પોતાની ભાવના બતાવી. કુલપતિએ મનોરથની અનુમોદના કરી. રાજાએ તુર્ત જ સૈનિકોને બોલાવી આજ્ઞા કરી : “આશ્રમમાં એક સુંદર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરો. નગરમાં જઈને કારીગરોને બોલાવી લાવો. સામગ્રી ભેગી કરો. જ્યાં સુધી મંદિરનું કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું અહીં જ રહીશ.”
હે કુમાર, રાજા હરિએણે ઉલ્લસિત ભાવથી આ જિનમંદિરનું નિર્માણ કરાવ્યું અને તમે હમણાં જે પ્રભુનું સુગંધી પુષ્પોથી પૂજન કર્યું તે આદિનાથ પ્રભુની પ્રતિમાને એ રાજાએ બિરાજમાન કરી.”
મારા એક પ્રશ્નનો જવાબ આપી એ વયોવૃદ્ધ મુનિએ થોડી ક્ષણે વિશ્રામ કર્યો. મારી એક જિજ્ઞાસા સંતોષાયાનો મને હર્ષ થયો. ઋષિકન્યા પણ એકાગ્ર ચિત્તે બધી વાત સાંભળી રહી હતી. ક્યારેક ક્યારેક એ મારા મનોભાવ જાણવા મારી સામે જોઈ લેતી હતી. જ્યારે એ મારી સામે જોતી હતી અને અમારી દષ્ટિ મળી જતી હતી.... ત્યારે હું રોમાંચ અનુભવતો હતો, ઋષિવરે મારી બીજી જિજ્ઞાસા સંતોષવા, પોતાની વાત આગળ ચલાવી.
For Private And Personal Use Only