________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું આપણા જ આ દેશમાં અમરાવતી નામનું નગર છે. નગરના રાજાનું નામ હરિપેણ અને રાણીનું નામ પ્રિયદર્શના. તેમને એક પુત્ર હતો, તેનું નામ જિતસેન.
એક દિવસ રાજા હરિષણ અશ્વારૂઢ બની નગરના બાહ્ય ઉદ્યાનમાં જઈ રહ્યા હતા. અશ્વ ઉપર આરૂઢ થયા હતા તે અશ્વ નવો હતો. રાજાને ખબર ના પડી કે આ અશ્વને વિપરીત શિક્ષણ આપવામાં આવ્યું છે! અશ્વ રાજાના કાબૂમાં ન રહ્યો. પવનવેગે તે દોડવા જ માંડ્યો... કેટલાંય યોજન એણે દોડ્યા કર્યું..... છેવટે આ વનપ્રદેશમાં આવીને એ અશ્વ ઊભો રહ્યો, જેવો અશ્વ ઊભો રહ્યો..... એ રાજા નીચે ઊતરી ગયો.
રાજાના સૈનિકો પણ રાજાની પાછળ અશ્વારોહી બનીને, રાજાને શોધતા આ પ્રદેશમાં આવી પહોંચ્યા હતા. રાજા હરિષણ આ વનપ્રદેશમાં ફરતાં ફરતાં આ આશ્રમમાં આવી ચડ્યા. એ વખતે આ આશ્રમમાં ‘વિશ્વભૂતિ’ નામના મહર્ષિ કુલપતિ હતા. અનેક સંસારત્યાગી સંન્યાસીઓ આ આશ્રમમાં રહી આત્મસાધના કરતા હતા.
મહર્ષિ વિશ્વભૂતિની સંન્યાસ પરંપરા કચ્છ-મહાકચ્છની હતી. ભગવાન ઋષભદેવની સાથે જ કચ્છ-મહાકચ્છ સંસારનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરેલું હતું... ભગવાન ઋષભદેવને જ્યારે એક વર્ષ સુધી ભિક્ષા ન મળી, કચ્છ-મહાકચ્છ ભગવાનને છોડી, નદીના કિનારે રહી, કંદમૂળ અને સેવાળનો આહાર કરતા, તપશ્ચર્યા કરતા હતા. સતત ભગવાન ઋષભદેવનું સ્મરણ કરતા હતા.... એ કચ્છ-મહાકચ્છનો સાધનામાર્ગ હજુ ચાલ્યો આવે છે. તેમની પરંપરામાં આ “વિશ્વભૂતિ' મહર્ષિ થયા હતા.
રાજા હરિફેણ જ્યારે આશ્રમમાં આવ્યા, કુલપતિને વિનયપૂર્વક નમસ્કાર કર્યા. કુલપતિએ હરિર્ષણને આવકાર આપ્યો. રાજચિનોથી કુલપતિએ જાણી લીધું કે “આ રાજા છે.” રાજાને પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા અને પૂછ્યું :
મહાનુભાવ, તમે ક્યાંથી અહીં આવ્યા છો? તમે એકલા જ કેમ છો?' રાજાએ યથાર્થ પરિચય આપ્યો. બનેલી ઘટના કહી સંભળાવી, એટલામાં તો રાજાના સૈનિકો આશ્રમમાં આવી પહોંચ્યા. રાજાને જોઈને તેઓ હર્ષિત થયા. કુલપતિએ આશ્રમની બહાર સૈનિકો માટે તંબૂઓ તણાવ્યા. રાજાને મહર્ષિ વિશ્વભૂતિનો સ્નેહપૂર્ણ વ્યવહાર તો ગમી ગયો, પરંતુ આશ્રમનું વાતાવરણ પણ ખૂબ ગમી ગયું. આશ્રમવાસી સાધુ-સંન્યાસીઓનું પ્રસન્નતાભર્યું, પવિત્રતામય અને આત્મઆરાધનાથી ભરપૂર જીવન જોઈને રાજાને અનહદ પ્રમોદ થયો.
For Private And Personal Use Only