________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કુમા૨, જ્યારે જિનમંદિરનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું, ત્યારે રાજા હરિષણે કુલપતિને કહ્યું : ‘હે કૃપાવંત, હવે હું અમરાવતી જઈશ, મને અનુજ્ઞા આપો.' કુલપતિના હૃદયમાં રાજા પ્રત્યે ખૂબ આદરભાવ હતો. તેમણે રાજાને કહ્યું: ‘રાજનૂ, તમે પ્રસન્ન ચિત્તે અમરાવતી પધારો. તમને હું આ એક વિષાપહાર મંત્ર આપું છું. આ મંત્રના પ્રભાવે કોઈ પણ મનુષ્યને ગમે તેનું ઝેર ચડ્યું હોય, તે ઊતરી જાય છે. તમે પરોપકારી છો, પરમાર્થી છો, માટે આ મંત્ર તમને આપું છું.'
રાજાએ મહર્ષિનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું. વિનયથી મંત્ર ગ્રહણ કર્યો અને આંખોમાં આંસુ સાથે રાજાએ આ આશ્રમમાંથી વિદાય લીધી. જ્યારે રાજા અમરાવતી પહોંચ્યા, ત્યારે નગરવાસી હજારો સ્ત્રી-પુરુષોએ રાજાનું ભાવભીનું ભવ્ય સ્વાગત કર્યું. રાણી પ્રિયદર્શનાને ખૂબ હર્ષ થયો. કુમાર જિતસેનનું હૃદય આનંદથી ખીલી ઊઠ્યું.
એક દિવસ મહારાજા હરિષણ રાજસભામાં બેઠા હતા, ત્યારે એક અપરિચિત પુરુષે રાજસભામાં પ્રવેશ કર્યો. પ્રણામ કરીને તેણે નિવેદન કર્યું : ‘હે દયાળુ નરેશ્વર, હું મંગલાવતી નગરીથી આવું છું. અમારા રાજાનું નામ છે પ્રિયદર્શન. મહારાણીનું નામ છે વિદ્યુત્પ્રભા. તેમની રાજ કુમારી છે પ્રીતિમતિ. હે રાજેશ્વર, એ પ્રીતિમતિને એક ભયંકર સાપે ડંખ દીધો છે. રાજકુમારી નિશ્ચેષ્ટ થઈને પડી છે. રાજા-રાણીના કલ્પાંતનો પાર નથી. રાજાએ આ દુઃખદ પરિસ્થિતિ આપને જણાવવા મને મોકલ્યો છે....' સંદેશવાહકની આંખો ભીની થઈ હતી.... એનો અવાજ ગળગળો થઈ ગયો હતો.
રાજાએ સંદેશવાહકને કહ્યું : ‘આપણે હમણાં જ મંગલાવતી તરફ પ્રયાણ કરીએ છીએ.’ એક ક્ષણનોય વિલંબ કર્યા વિના રાજા અશ્વારૂઢ બની, થોડાક સૈનિકોની સાથે મંગલાવતી તરફ ઊપડી ગયા. પવનવેગી અથે બીજા જ દિવસે રાજાને મંગલાવતીમાં પહોંચાડી દીધા. સીધા જ રાજમહેલમાં પહોંચીને રાજકુમારી પ્રીતિમતિને તપાસી. રાજકુમારીના શ્વાસોચ્છ્વાસ ચાલુ હતા. રાજા હિ૨ષેણે તુર્ત જ ‘વિષાપહાર મંત્ર'નો પ્રયોગ આરંભ્યો. મંત્રદાતા ગુરુદેવ વિશ્વભૂતિનું સ્મરણ કરીને કરેલા મંત્રપ્રયોગથી તુર્ત જ પ્રીતિમતિ વિષમુક્ત બની. તેણે
For Private And Personal Use Only