________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પાંપણે બાંધ્યું પાણિયારું નમો જિણા' બોલાઈ ગયું.... ખરેખર, હું એ વનકન્યાને ભૂલી ગયો! મનના વિચારોનું કેવું એકાએક પરિવર્તન! નિમિત્તોની કેવી અસર! મારા મનના વિકારો શાંત થઈ ગયા. મારી આંખો ભગવાન આદિનાથની કરુણારસભરી આંખો સાથે જડાઈ ગઈ.
મને પરમાત્માનું પૂજન કરવાનું મન થયું. મારાં વસ્ત્ર શુદ્ધ હતાં. હું મંદિરની બહાર આવ્યો. પાસે જ બગીચો હતો. બગીચામાં જઈને સુગંધભરપૂર પુષ્પો લઈ આવ્યો. ઉત્તરીય વસ્ત્રથી મુખકોશ બાંધીને મેં પરમાત્માની પુષ્પપૂજા કરી... પુષ્પપૂજા કરતાં વળી પાછો જેવો સવારે થયો હતો એવો જ રોમાંચ થયો... એવું અપૂર્વ આત્મસંવેદન થયું કે એને શબ્દોમાં વ્યક્ત કરી ન શકું. મારા મુખમાંથી સહજ ભાવે જ પરમાત્માની સ્તવના રેલાવા લાગી. મુખેથી શબ્દો રેલાયા.... આંખોમાંથી આંસુ રેલાયાં...
ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછીને જોઉં છું તો મંદિરનાં સોપાન ચઢીને એક વયોવૃદ્ધ મુનિ ધીમે પગલે મંદિરમાં આવી રહ્યા છે! માથે શ્વેત વાળની લાંબી જટા છે.. પરમાત્માને પ્રણામ કર્યા, ઊભો થયો અને મુનિની સામે જઈને તેમને પ્રણામ કર્યા... કરું છું ત્યાં તો હાથમાં પુષ્પોનો કરંડિયો લઈને એ જ વનકન્યા ઝડપથી મંદિરમાં આવીને એ વૃદ્ધ મુનિની પાછળ ઊભી રહી ગઈ.
એ મારી સામે જોઈ રહી હતી. હું વૃદ્ધ મુનિ સાથે વાત કરતાં કરતાં એની સામે જોઈ લેતો હતો. એની આંખોમાં આદર હતો, સ્નેહ હતો.... ઘણું ઘણું હતું. ભ્રમરથી વધુ કાળા વાળની જટા વચ્ચે એનું ગોરું મુખડું વાદળોની વચ્ચે ચમકતા ચન્દ્રમાને યાદ કરાવતું હતું.
વદ્ધત્વે જેમના સમગ્ર દેહને જર્જરિત કરી દીધો હતો, તેવા એ મહામુનિએ સાકરથીયે મધુર વાણીમાં મને પૂછ્યું :
વત્સ! તું ક્યા કુળનો શણગાર છે? તારું નામ શું છે અને અહીં આ વનપ્રદેશમાં આવવાનું શું પ્રયોજન છે?'
મેં મારો પરિચય પરિમિત શબ્દોમાં આપ્યો. ઋષિએ મને વિશેષ ન પૂછયું. મેં આપેલા પરિચયથી એમને સંતોષ થયો હોય એમ મને લાગ્યું.
મેં મારી જિજ્ઞાસા સંતોષવા ઋષિને પૂછયું : “હે મહર્ષિ, આ જંગલમાં અહીં જિનમંદિર કોણે બંધાવ્યું છે? આપનો પરિચય શું છે અને આ કન્યા કોણ છે? કૃપા કરીને મારી જિજ્ઞાસા સંતોષો, જો આપને વાંધો ન હોય તો.”
એ ગૃહસ્થ ઋષિએ ખૂબ સ્નેહભર્યા સ્વરે મને કહ્યું : “કુમાર, અમારી કથા
For Private And Personal Use Only