________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા સૈનિકોના મુખે જેના રૂપની પ્રશંસા મેં સાંભળી, તે વનકન્યાને જોવાનો મેં નિર્ણય કર્યો. પ્રશંસાના શબ્દોના સહારે મેં એ વનકન્યાની કલ્પનામૂર્તિ તો ઘડી જ કાઢી હતી.... એ કલ્પનામૂર્તિએ મારા મનને મોહી લીધું હતું..... ક્યારેય નહીં જાગેલાં.... એવાં સંવેદનો હું અનુભવી રહ્યો હતો. ‘ભલે મારા સૈનિકો એ રૂપસીને શોધી ન શક્યા, હું જરૂર એને શોધી કાઢીશ.... અને એના દિવ્ય રૂપનું નયનકોરા ભરી ભરીને પાન કરીશ....’
પ્રભાતે ઊઠીને મેં તુર્ત જ છાવણીમાં ઘોષણા કરાવી દીધી કે ‘આજે આપણે અહીં જ વિશ્રામ કરવાનો છે, આગળ વધવાનું નથી.'
સ્નાનાદિથી નિવૃત્ત થઈને મેં ૫૨માત્માનું પૂજન કર્યું. માતાએ પ્રતિદિન પરમાત્મપૂજન કરવાની ટેવ પાડી દીધેલી. રત્નની એક સુંદર જિનમૂર્તિ મેં સાથે જ રાખેલી હતી. શુદ્ધ જળથી પરમાત્માને અભિષેક કરી, તાજાં સુગંધી પુષ્પોથી મેં ભાવપૂર્વક પૂજા કરી.... મને પૂજન કરતાં કરતાં રોમાંચ થયો..... મારી રોમરાજી વિકસ્વર થઈ ગઈ. સ્તવન કરતાં મારી આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ ગઈ.... કોઈ અવ્યક્ત દિવ્ય આનંદ મેં અનુભવ્યો. મારા જીવનમાં આ પણ પહેલો જ અનુભવ હતો. ‘પ૨માત્મપૂજનમાં દિવ્ય આનંદની અનુભૂતિ થઈ શકે છે.’ આ સત્ય મેં એ દિવસે મનોમન સ્વીકારી લીધું. એ દિવસે પરમાત્માની વીતરાગમુદ્રા મને પ્રસન્ન ભાસી. પરમાત્માની આંખોમાં ભારોભાર પ્રીતિનાં અમૃત ઊછળતાં જોયાં.
પૂજનવિધિ પૂર્ણ કરી મિત્ર રાજકુમારો સાથે દુગ્ધપાન કર્યું અને ગઈ કાલે વનકન્યાને જોઈ આવનારા પેલા સૈનિકોને સાથે લઈ અમે એ દિશામાં ઊપડ્યા. જેમ જેમ એ દિશામાં અમે આગળ વધતા ગયા, તેમ તેમ કુદરતનું સૌંદર્ય અમને મુગ્ધ કરતું હતું. ‘જંગલમાં કુદરતે આટલો શણગાર કોના માટે સજ્યો હશે?' આ પ્રશ્ન ઊઠતાં જ મારી કલ્પનામૂર્તિ સાકાર થઈ! ‘સમજાયું! આવી સ્વર્ગકન્યા આ પ્રદેશમાં વિચરતી હોય.... પછી કુદરત કેમ શણગાર ન સર્જ!'
અમે એક વિશાળ સરોવરની પાસે આવી પહોંચ્યાં. પાણીમાં ધોળા ધોળા હંસલાઓ મુક્ત ક્રીડા કરી રહ્યા હતા. કિનારા ઉપરનાં વૃક્ષોનાં પાણીમાં પ્રતિબિંબ પડતાં હતાં. ઠંડી ઠંડી હવા તન-મનને પ્રફુલ્લિત કરતી હતી. મારા
For Private And Personal Use Only