________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
પાંપણે બાંધ્યું પાણિયારું એ વનદેવી હશે કે સ્વર્ગની અપ્સરા હશે! અદ્દભુત રૂપ.... અદભુત લાવણ્ય! એ એની મસ્તીમાં હતી. ઝૂલા પર હીંચતી હતી.... ગાતી હતી...... અને મનને હરી લે તેવા હાવભાવ કરતી હતી... પરંતુ જ્યાં એણે અમને જોયા.... એકદમ ઝૂલા ઉપરથી ઊતરી ગઈ.... અને ક્ષણવારમાં એ વનમાં અદશ્ય થઈ
ગઈ.
હે કૃપાળુ, અમે એ કન્યાને શોધવા માટે એ બાજુ ગયા. એક એક વૃક્ષની પાસે જઈને તપાસ કરી... પણ એ ન જડી તે ન જડી. અમે નિરાશ થઈ ગયા.... શું એનું ગજબ રૂપ હતું... હજુ પણ અમારી કલ્પનામાં એવી જ તાદૃશ તરવરે છે... અમને વિલંબ થવાનું આ કારણ છે.”
એ પુરુષોની વાત સાંભળી મારું મન ચંચળ થઈ ગયું. મારા ચિત્તમાં ખળભળાટ થવા માંડ્યો. સૂર્યાસ્ત થઈ ગયો હતો. સંધ્યાકાલીન કર્તવ્યોને પૂરાં કરી હું પલંગમાં પડ્યો.... મને પેલા પુરુષોએ કરેલી વાતે એવો જ કડી લીધો હતો કે મને નિદ્રા જ ન આવી.
For Private And Personal Use Only