________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧0
પાંપણે બાંધ્યું પાણિયારું પરમાત્માનાં ચરણોમાં જીવન સમર્પિત કરી તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનમાં લીન બની તેમણે સર્વે કર્મોનો ક્ષય કર્યો હતો અને નિર્વાણ પામ્યા હતા.
અમે ત્યાંથી પ્રયાણ કર્યું.... પરંતુ હૃદય ભારે થઈ ગયું હતું. અરિદમન પ્રત્યે હૃદય સહાનુભૂતિથી ગદ્ગદ્ થઈ ગયું હતું. અરિદમને લીધેલો નિર્ણય સારો હતો, એમ તો સમજાયું હતું, પરંતુ એ સાધુ ન બની જાય.... રાજ્ય ભોગવે.... એવું મન બોલી રહ્યું હતું.... કારણ કે એમના પ્રત્યે સ્નેહ થઈ ગયો હતો ને! એ સ્નેહ થવાનું કારણ પાછું એ જ હતું.... એમનો સર્વત્યાગનો નિર્ણય!
યુદ્ધ તો વીસરાઈ ગયું.... શત્રુતા તો ક્યાંય ચાલી ગઈ... ઉપરથી પ્રમોદભાવ ઊભરાવા લાગ્યો. અમારા રથ જંગલના માર્ગે દોડી રહ્યા હતા.... મારું મન અરિદમનની પાછળ દોડી રહ્યું હતું. એ ઘટનાની મારા મન ઉપર ઘેરી અસર થઈ હતી. આમેય મારું હૃદય ભાવુક હતું. મને આવી કરુણ ઘટનાઓની અસર જલદી થઈ જતી.
અમે એક એવા વનપ્રદેશમાં પ્રવેશ કર્યો કે જે વનપ્રદેશ અત્યંત રમણીય હતો, સહુની ઇચ્છા એ પ્રદેશમાં વિશ્રામ કરવાની થઈ. સહુ થાક્યા પણ હતા. અમે ત્યાં દિવસ અને રાત વ્યતીત કરાવાના ઇરાદાથી પડાવ નાખ્યો. વનપ્રદેશ નગરપ્રદેશ જેવો બની ગયો.
પડાવ તો નાંખી દીધો, પરંતુ ત્યાં પાણી ન હતું! પાણીની તપાસ કરવા કેટલાક પુરુષો એ પ્રદેશના અંદરના ભાગમાં ગયા. અમારી પાસે જે પાણી હતું તેનાથી મધ્યાહ્નનું ભોજન થઈ ગયું.... પરંતુ પાણી શોધવા ગયેલા પુરુષો પાછા ન આવ્યા! મને ચિંતા થઈ. ત્રીજો પ્રહર પૂરો થયો અને ચોથો પ્રહર શરૂ થઈ ગયો... હું ઘોડેસવારોને એ પુરુષોની શોધ કરી લાવવા રવાના કરતો હતો, ત્યાં જ પેલા પુરુષો પાણી લઈને આવતા દેખાયા.
જ્યારે તેઓ મારી પાસે આવ્યા. મેં રોષથી તેમને પૂછ્યું : ‘તમે ક્યાં ગયા હતા? તમને પાણી લેવા મોકલ્યા હતા કે સહેલ કરવા? સાચું કહો, તમે ક્યાં ગયા હતા અને આટલો સમય કેમ લાગ્યો?' તે પુરુષોએ સ્વસ્થતાથી મને પ્રત્યુત્તર આપ્યો : “હે મહારાજ કુમાર, અહીંથી પૂર્વ દિશામાં અમે ગયા. એક ઉદ્યાન જેવા પ્રદેશમાં અમે પહોંચ્યા. ત્યાં નિર્મળ જલથી છલોછલ ભરેલા સરોવરને જોયું, અમે રાજી થયા. અમે એ વનપ્રદેશનું સૌંદર્ય જતા હતા ત્યાં એક બાજુ થોડે દૂર ઝૂલા ઉપર બેઠેલી એક સુંદર કન્યાને જોઈ.... અમે જોતા જ રહી ગયા... શું
For Private And Personal Use Only