________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
અરિદમન! અદ્ભુત પરિવર્તન! થોડા જ દિવસો પૂર્વનો અરિદમન ક્યાં અને આજનો અરિદમન ક્યાં! ક્યાં એ લોહી-તરસ્યો રાજવી! અને ક્યાં આજનો આ શાંત-પ્રશાંત અને ધીરગંભીર રાજવી! મેં અરિદમનને મારી સામેના સિંહાસન ઉપર બેસવા વિનંતી કરી. તે બેઠો અને અનંત આકાશ તરફ અનિમેષ નયને જોતો રહ્યો. મેં કહ્યું : રાજનું, મારા તરફથી તમને ઘણું દુ:ખ પડ્યું...”
ના રે ના, નરકનાં દુઃખો આ જીવે ક્યાં નથી ભોગવ્યાં! તમને હું દુઃખી કરવા આવ્યો હતો, તમે મને દુઃખી કરવા નહોતા આવ્યા. તમે તો શત્રુ પ્રત્યે પણ સૌજન્ય દાખવ્યું છે.” 'હવે તમારા માટે શું કરું?' મેં પૂછ્યું.
હવે તમારે મારા માટે કંઈ કરવાનું રહેતું નથી. મારે જ મારા માટે કંઈક કરવાનું છે!”
શું કરવા ધાર છો તમે?”
હવે હું સમગ્ર સંસારનો ત્યાગ કરીશ. સંસારના સુખોનો ત્યાગ કરીશ... આત્મકલ્યાણની સાધનામાં લીન બનીશ.”
એટલે?' હું ચોંકી ઊઠ્યો. જિજ્ઞાસાથી પુછાઈ ગયું.
હું પરમાત્મા નમિનાથનાં ચરણોમાં જીવન સમર્પિત કરીશ. કર્મોનાં બંધનો તોડવાનો ધરખમ પુરુષાર્થ કરીશ.”
અરિદમન ખરેખર અંતરના અરિઓનું દમન કરવા કટિબદ્ધ થઈ ગયા. હું સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. એમનાં ચરણોમાં મેં મારું મસ્તક મૂકી દીધું. તેમણે મને ઊભો કર્યો અને પોતાની છાતીએ લગાડ્યો, ક્ષમાયાચના કરી અને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. હું.... અમે એમની પાછળ પાછળ ચાલ્યા. થોડે દૂર ગયા અને તેમણે અમને રોકી દીધા. અમે ઊભા રહી ગયા. ને તેઓ ચાલ્યા ગયા.
આમૂલ પરિવર્તના યુદ્ધમાં થયેલા પરાજયે એમની જ્ઞાનદૃષ્ટિને ખોલી નાંખી હતી. એ એમનો દુઃખગર્ભિત વૈરાગ્ય નહોતો. દુઃખગર્ભિત વૈરાગ્ય તો સુખ મળતાં વરાળ થઈને ઊડી જાય. અરિદમનને મેં એમનું રાજ્ય પાછું આપ્યું હતું. એમને એમનાં સુખ પાછાં મળી ગયાં હતાં. પણ એમણે ન સ્વીકાર્યા....
મેં પાછળથી સાંભળ્યું હતું કે તેઓ ત્યાંથી સીધા પરમાત્મા નમિનાથનાં ચરણોમાં જ પહોંચી ગયા હતા. પોતાની રાજધાનીમાં પણ ગયા ન હતા.
For Private And Personal Use Only