________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું મેં વિલંબ કર્યા વિના કવચ ધારણ કરી લીધું અને શસ્ત્રો સજી લીધાં. મિત્રો પણ શસ્ત્રસજ્જ બની આવી ગયા. મારી ધારણા હતી કે અરિદમન પોતાની સેના સાથે નજીકના જ પ્રદેશમાં હોવો જોઈએ. એટલામાં દૂરથી ધૂળની ડમરીઓ આકાશમાં ચઢતી જોઈ. વિશાળ સેના સાથે તે આવી રહ્યો હતો. મેં તુર્ત જ અશ્વને પલાણ્યો અને અશ્વારૂઢ બની એ દિશામાં પ્રયાણ કર્યું.
બંને સૈન્યો ભટકાયાં. ખૂનખાર જંગ જામ્યો. જાણે ભાવતું ભોજન મળ્યું! બે હાથમાં કરાળ કાળ જેવી તલવારો ઘુમાવતો હું અરિદમનની નજીક જઈ રહ્યો હતો. મારા સૈનિકો પૂરા ઝનૂનથી શત્રુસેનાને કાપી રહ્યા હતા. હું અરિદમનની નજીક પહોંચી ગયો. મેં અરિદમનને પડકાર્યો.
રે કાયર, હું કનકરથ તારી સામે છું. આવ; મારી સાથે યુદ્ધ કર.” એ મારી તરફ ધસે એ પહેલાં તો છલાંગ મારી હું એના ઉપર તૂટી પડ્યો. મેં એને જીવતો પકડી લીધો. એના સૈનિકો ભાગવા માંડ્યા. મારી સેનાએ એમનો પીછો પકડ્યો. મિત્ર રાજ કુમારોએ અરિદમનને લાકડાના પાંજરામાં બંધ કરી દીધો. મેં મિત્રોને પૂછ્યું : “આનું શું કરીશું?'
હમણાં તો આપણી સાથે જ લઈ ચાલો! આગળ જઈને વિચારીશું.”
અમારું પ્રયાણ કાવેરી તરફ આગળ વધ્યું. થોડાક દિવસો પછી મને એ અરિદમન રાજા પ્રત્યે દયા આવી. મેં એને મુક્ત કરી દીધો. એને કહ્યું :
જાઓ તમારા નગરમાં અને ખુશીથી તમારું રાજ્ય કરો.” પરંતુ અરિદમનના મુખ ઉપર કોઈ આનંદ ન વરતાયો. એ ગંભીર અને પ્રશાંત હતો. એ કોઈ ગહન વિચારમાં ડૂબી ગયેલો હતો. મેં એને ફરીથી કહ્યું :
તમે હવે મુક્ત છો.... જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો.' તેણે મારી સામે જોયું. તેની દૃષ્ટિમાં વેધકતા હતી.
રાજકમારા તમે મને તમારા બંધનમાંથી મુક્ત કરો છો, એ તમારી ઉદારતા છે. હું તમારી કદર કરું છું, પરંતુ શું આપણે ખરેખર મુક્ત છીએ?' “એટલે?' મને એની વાતમાં રસ પડ્યો, પરંતુ વાત સમજાણી નહીં.
એટલે કુમાર, આપણે મુક્ત નથી! આપણા ઉપર.... આપણા આત્મા ઉપર જનમજનમનાં અનંત કર્મોનાં બંધન છે! આપણે બંધાયેલા છીએ. પરાધીન છીએ. એટલે હવે મારે રાજ્ય નથી જોઈતું. સુખવૈભવ નથી જોઈતાં... સંસારનાં સર્વ સુખો માત્ર મૃગજળ છે... માત્ર ઇન્દ્રજાળ છે... એ મૃગજળની પાછળ દોડવામાં જિંદગી ગુમાવી દીધી...”
For Private And Personal Use Only