________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
અમારી રાત ખૂબ આરામથી વીતી. વહેલી સવારે અમે પ્રયાણ આરંભી દીધું. અટવીમાંથી અમે પસાર થવા લાગ્યા. બે પ્રહરમાં તો અમે અટવી પસાર કરીને અમારો પડાવ નાંખ્યો. સહુ લોકો પોતપોતાનાં દૈનિક-પ્રભાતિક કાર્યોમાં વ્યસ્ત હતા. હું નાનાદિ અને દુગ્ધપાનાદિથી નિવૃત્ત થઈ એક સુંદર અશોકવૃક્ષની છાયામાં સિંહાસન ઉપર બેઠો બેઠો, ભાવિ જીવનના વિચારોમાં ખોવાયો હતો. ભૂતકાળની સ્મૃતિઓ વાગોળવાની જેમ મનુષ્યને ટેવ હોય છે, તેમ ભવિષ્યનાં સપનાંઓમાં ઊડવાનું પણ માનવીને ગમતું હોય છે! હું એવાં જ સપનાંઓમાં ઊડી રહ્યો હતો. ત્યાં મારા પ્રતિહારીએ આવીને મને કહ્યું :
મહારાજ કુમાર, એક રાજદૂત આપનાં દર્શન ચાહે છે.”
આવવા દો એને.' પ્રતિહારીને વિદાય કર્યો અને “જંગલમાં કોણ રાજદૂત આવ્યો હશે?' એ વિચારમાં પડ્યો. થોડી જ ક્ષણોમાં રાજદૂત આવીને, પ્રણામ કે નમનનો શિષ્ટાચાર ભૂલીને બોલવા માંડ્યો :
‘રાજ કુમાર, હું મહારાજા અરિદમનનો દૂત છું. મહારાજાએ તમને કહેવડાવ્યું છે કે “અમારા પ્રદેશમાં પ્રવેશીને તે કુમાર, તે મોતને નોતર્યું છે. જો તારે યુદ્ધ કરવું હોય તો તૈયાર થઈ જા, નહીંતર અહીંથી જ પાછો ફર. જો પાછો ચાલ્યો જઈશ તો હું તને જીવતો જવા દઈશ...
આ સંદેશો મહારાજા અરિદમનની છે.” હું તો દૂતનો સંદેશો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો! મારાં તન-મન રોષથી સળગી ઊઠ્યાં. હું સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. દૂતને આગ ઓકતી ભાષામાં જવાબ આપ્યો :
રે દૂત, તું અહીંથી ચાલ્યો જા જલદી. તારા એ કુલાંગાર રાજાને કહેજે કે રાજકુમાર તારો વધ કરવા માટે જ આવ્યો છે! હું તો યુદ્ધપ્રિય છું.. યુદ્ધ માટે સજ્જ થઈને જ બેઠો છું... જા, તું તારા રાજાને કહે કે એ મારા શરણે આવી જાય....'
દૂત ત્યાંથી ચાલ્યો ગયો. મેં તુર્ત જ મિત્ર રાજકુમારોને બોલાવ્યા. સેનાપતિને બોલાવ્યો. દૂતે આપેલા અરિદમનના સંદેશાની વાત કરી. મિત્રો બોલી ઊઠ્યા: અમારી આ ધારણા હતી જ, અમે તારી સાથે તૈયાર જ છીએ.'
સેનાપતિએ કહ્યું : “મહારાજ કુમાર, આપણી પાસે પૂરતી સેના છે. મહારાજાને પણ ઉપદ્રવની આશંકા હતી જ, એટલે ચુનંદી સેના આપની સાથે મોકલી છે. અમે તૈયાર જ છીએ. હું જઈને સેનાને યુદ્ધ માટે તૈયાર થઈ જવા આજ્ઞા આપું છું.'
For Private And Personal Use Only