________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું રોમાંચ પણ થયો નથી....! એથી પણ આગળ વધીને કહું? જ્યારે માતાની સાથે વિચારણા કરીને પિતાજીએ મને તેમની પાસે બોલાવીને કહ્યું : “કનકરથ, તારે રુકિમણી સાથે લગ્ન કરવાનાં છે. તે માટે તારે કાવેરી જવાનું છે.” મેં મૌન રહીને અનુમતિ પ્રગટ કરી. પરંતુ એ વાત સાંભળીને મને કોઈ હર્ષ ન થય! લગ્નની વાતોએ મને પુલકિત ન કર્યો... હા, મેં કાવેરી જવાની તૈયારીઓ શરૂ કરી દીધી. માતાના હર્ષનું તો પૂછવું જ શું! રાજમહેલમાં અને રાજધાનીમાં વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા. સર્વત્ર ઉત્સવનું વાતાવરણ જામી ગયું. સહુ લોકો મારી સામે હસી હસીને જોવા લાગ્યા... હું સાંભળું એ રીતે મિણીના રૂપની પ્રશંસા કરવા લાગ્યા....!
પિતાજીએ મિત્ર રાજાઓને અને સ્નેહી-સ્વજનોને આ સમાચાર આપવા રાજપુરુષોને રવાના કરી દીધા, કાવેરીનરેશના રાજદૂતને સુવહારની ભેટ આપી રવાના કરી દીધો. રાજદૂત ખૂબ જ પ્રસન્ન ચિત્તે વિદાય થયો. લગ્નની જાન માટે ભવ્ય તૈયારીઓ થવા લાગી. મારા મિત્ર રાજકુમારો પોતપોતાના રથોમાં આરૂઢ થઈને આવી ગયા. વિશાળ સેના પણ તૈયાર થઈ ગઈ.
વિવિધ વાજિંત્રોથી નગર રણઝણી ઊડ્યું. હસ્તીસેના, અશ્વસેના અને પાયદળ તૈયાર થઈ ગયાં હતાં, મિત્રોએ મને શણગારવા માંડ્યો. મારું મન પ્રસન્ન કરવા સૌ કોઈ તત્પર હતા. હું પણ હસતો હતો... દરેક પ્રવૃત્તિમાં રસ લેતો હતો. મિત્રોની સાથે મસ્તી પણ કરતો હતો... છતાં, એક વાત કહી દઉં? મારા અંતઃકરણમાં હર્ષની હેલી ચઢતી ન હતી.. ભવ્ય દબદબા સાથે, શુભ મુહૂર્તે મેં કાવેરી તરફ પ્રયાણ કરી દીધું.
For Private And Personal Use Only