________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું સાંભળવા કૃપા કરો.” એમ પ્રસ્તાવના કરીને રાજદૂતે મીઠી વાણીનો પ્રવાહ વહાવ્યો. - “અમારા મહારાજાને એક જ રાજકુમારી છે. મહારાણી વાસુલાએ ખૂબ લાડકોડથી એને ઉછેરીને મોટી કરી છે. રાજકુમારી રુકિમણીએ યૌવનના પગથારે પગ દીધા છે. રૂપરૂપના અંબાર સમી રાજકુમારીને યોગ્ય રાજ કુમારની મહારાજાએ તપાસ કરાવી. અનેક રાજકુમારોના ચિત્રપટ મહારાજાની પાસે આવવા લાગ્યા, પરંતુ મહારાજાને કોઈ જ રાજ કુમાર પોતાની રાજકુમારી માટે યોગ્ય ન લાગ્યો... મહારાણીની ચિંતા વધતી જતી હતી. એક દિવસ અચાનક મહારાજા બોલી ઊઠ્યા : “આપણે બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. મારા આત્મસ્નેહી મહારાજા હેમરથનો પુત્ર કનકરથ આપણી રુક્મિણી માટે સુયોગ્ય વર છે. મેં એ રાજ કુમારને જોયેલો છે. રૂપથી અને ગુણથી એ અજોડ છે. મહારાણી વાસુલા પણ સંમત થઈ ગયાં.... માતા-પિતાની પસંદગી ઉપર રાજકુમારીને પૂર્ણ વિશ્વાસ છે. મહારાજાએ આ સેવકને આપની સેવામાં એટલા જ માટે મોકલ્યો છે. આપ મહારાજકુમાર કનકરથ માટે રુક્મિણીનો સ્વીકાર કરો.”
રાજદૂતની દૃષ્ટિ વારંવાર મારા તરફ મંડાતી હતી. એ મારા મનોભાવ મારા મુખ ઉપર વાંચવા પ્રયત્ન કરતો હતો. જ્યાં રાજદૂતે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું, પિતાજીએ મારી સામે જોયું. હું શરમાઈ ગયો... મારું મસ્તક ઝૂકી ગયું. મારી આંખો જમીન ઉપર જડાઈ ગઈ હતી. પિતાજીએ દૂતને કહ્યું :
તમે રાજ્યના અતિથિગૃહમાં આજે વિશ્રામ કરો. કાલે સમાચાર મળી જશે.' પિતાજીએ દૂતને વિદાય આપી, સભાનું વિસર્જન કર્યું અને અન્તઃપુર તરફ ચાલ્યા ગયા. મારી સાથે એક અક્ષરની પણ વાત ન કરી! પરંતુ એક સૂચક દૃષ્ટિ જરૂર મારા પર નાખી હતી. હું સમજી ગયો કે પિતાજી મારી માતા સાથે આ વિષયમાં વિચારણા કરીને નિર્ણય કરશે. મારું મન બોલી ઊડ્યું : “મારા પિતાજી અને માતા જે નિર્ણય કરે તે યોગ્ય જ કરશે. હું એમનો નિર્ણય સ્વીકારી લઈશ.' સદૈવ મારા સુખનો જ વિચાર કરનારાં માતા-પિતા માટે મને બીજો કોઈ વિચાર જ કેમ આવે?
જોકે આ ઘટના બની, એ પૂર્વે મને ક્યારેય લગ્ન અંગેનો વિચાર આવેલો. જ નહીં! તમને આશ્ચર્ય થશે! “યુવાન પુરુષને લગ્નનો વિચાર ન આવે તેવું બને ખરું?” હા, મારા જીવનમાં એવું બની ગયું છે! એટલું જ નહીં, ત્યાં સુધી કોઈ પણ રૂપવતી કન્યાને જોઈને એના પ્રત્યે અનુરાગ પણ મને થયો નથી!
For Private And Personal Use Only