________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૪૯ એના ગયા પછી રુક્મિણીએ ખંડમાં પ્રવેશ કર્યો. એક રાજરાણીને છાજે તેવી ગરિમા તેના મુખ પર ઝળકતી હતી. તેના વ્યક્તિત્વમાંથી અનેક આકાંક્ષાઓ ટપકતી હતી. તે આવીને મારા ચરણોમાં બેસી ગઈ. મારી કુશળતા પૂછીને એ જિજ્ઞાસાથી મારી સામે જોઈ રહી.
રુકિમણી, થોડા જ દિવસોમાં સિહરથનો રાજ્યાભિષેક કરવાનો છે!” અચાનક નિર્ણય કર્યો?'
હા, થોડાક દિવસો પહેલાં અહીં પધારેલા એક જ્ઞાની મહાપુરુષ આચાર્યદેવના મુખે ઋષિદત્તાના પૂર્વજન્મોનો વૃત્તાંત સાંભળીને આ સંસારની ભયંકરતા સમજાઈ, વિષયિક સુખોનો રાગ ચાલ્યો ગયો. હૃદય ખૂબ જ અનાસક્ત બની ગયું.... જેવી મારી મનોદશા સર્જાઈ તેવી જ મનોદશા ઋષિદનાની સર્જાઈ.... અમે બંનેએ સંસારત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તેથી તુર્ત તમને બોલાવવા દૂતને કાવેરી મોકલ્યો.”
રુક્મિણી એકાગ્રતાથી અને ગંભીરતાથી મારી વાત સાંભળી રહી હતી. હું જ્યાં અટક્યો, તેણે કહ્યું :
“સ્વામીનાથ, શું આપ બંને ચારિત્રના માર્ગે જ શો? મારા મનમાં એવો વૈરાગ્યનો ભાવ જ જાગતો નથી.... હું શું કરીશ, નાથ?
‘દેવી, તારે સિંહરથને સંભાળવાનો. સિહરથના જીવનની જવાબદારી તારી. ભલે તું સંયમના માર્ગે ન આવી શકે, ગૃહસ્થ જીવનમાં ધર્મમય જીવન જીવવાનું.. આ માનવજીવન ધર્મપુરુષાર્થ માટે જ છે.'
રુક્મિણી રડી પડી. મેં એને પ્રેમથી સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેના મનનું સમાધાન થતું ન લાગ્યું. ત્યાં સિંહરથને લઈને ઋષિદત્તાએ ખંડમાં પ્રવેશ કર્યો. સિંહ રથના મુખ પર ઘોર ગ્લાનિ, ઉદાસીનતા અને અસ્વસ્થતા ઘેરાયેલી હતી.
ઋષિદત્તાએ રુક્મિણી અને સિંહરથને ઉદ્દેશીને એવી હૃદયસ્પર્શી તત્ત્વજ્ઞાનની વાતો કરી કે એ બંનેનો વિષાદ દૂર થયો. રાગ અને મોહના પ્રભાવમાંથી કાંઈક મુક્ત થયા. વાતાવરણમાં હળવાશ આવી.
બીજા દિવસે સવારે ઋષિદત્તાએ મને કહ્યું : “રાત્રે રુક્મિણીએ ખૂબ જ રુદન કર્યું હતું. એ કંઈ બોલતી ન હતી... બસ, ૨ઢ્યા જ કરતી હતી....'
“તું એના મનનું સમાધાન કરવા પ્રયત્ન કરતી રહેજે. બે-ચાર દિવસોમાં એનું મન સ્વસ્થ થઈ જશે....'
For Private And Personal Use Only