________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
પાંપણે બાંધ્યું પાણિયારું “નાથ, જ્યારે આપણી વાત રુક્મિણી જાણશે ત્યારે તેને કેવો આઘાત લાગશે? વળી એના હૃદયમાં તો સંસારસુખની ઇચ્છાઓ ભરેલી છે.... શું આપે એનો વિચાર કર્યો?'
ઋષિદત્તાની વાત સાંભળી હું વિચારમાં પડી ગયો. ઋષિદત્તાએ વળી પોતાની વાત આગળ વધારી :
સિંહ રથને આપના ઉપર કેવો અગાધ પ્રેમ છે? એ શું આપને અનુમતિ આપશે? આપ વિરક્ત બન્યા છો, પરંતુ એ ક્યાં વિરક્ત બન્યો છે?”
“તારી વાત સાચી છે, જીવને પોતાની રાગદશા જ દુ:ખી કરતી હોય છે, એમને આપણા બંને પ્રત્યે સ્નેહ છે માટે એ દુ:ખી થવાના, એમને આઘાત લાગવાનો.... હું એ બંનેને સમજાવવાનો પ્રયત્ન કરીશ જ.”
થોડા દિવસો વીત્યા અને કાવેરીથી રુક્મિણી તથા સિહરથ આવી ગયાં. તેમને અચાનક બોલાવ્યાં હોવાથી એમના મનમાં કોઈ અણધારી ઘટનાની શંકા આવી હોય તે સ્વાભાવિક છે, ઉપર ઉપરથી તો તેમને એવું કંઈ લાગ્યું નહીં. નાન-ભોજનાદિથી નિવૃત્ત થઈ જ્યારે સિંહરથ મારી પાસે આવીને બેઠો, ત્યારે મેં એને ખૂબ વાત્સલ્યથી કહ્યું :
સિંહરથ, થોડા જ દિવસોમાં તારો રાજ્યાભિષેક કરવાનો છે! માટે તને જલદી અહીં બોલાવી લીધો.”
આટલી બધી ઉતાવળ શા માટે, પિતાજી?” “જીવન ચંચળ છે.... મને લાગે છે કે મારે હવે અવિલંબ આત્મકલ્યાણનો પુરુષાર્થ કરી લેવો જોઈએ.” “પિતાજી, હજુ ક્યાં વૃદ્ધાવસ્થા આવી ગઈ છે?'
વત્સ, મૃત્યુ કોઈ પણ અવસ્થામાં આવી શકે છે... માટે જ્યારે હૃદયમાં આત્મકલ્યાણ સાધી લેવાનો ભાવ જાગે ત્યારે સાધના કરી લેવી જોઈએ. વળી, હવે તું સર્વ કલાઓમાં નિપુણ બન્યો છે. રાજ્યસંચાલન કરવાની યોગ્યતા તારામાં આવી ગઈ છે. માટે તને રાજ્ય સોંપી મેં અને તારી માતાએ, ચારિત્રના માર્ગે જવાનો નિર્ણય કર્યો છે.'
સિંહરથના મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ. એ કંઈ બોલ્યો નહીં. એની આંખો આર્ટ બની ગઈ હતી. મેં એના મસ્તકે હાથ મૂકી એને ખૂબ આશ્વાસન આપ્યું. એ મારી પાસેથી ઊઠીને, મને પ્રણામ કરીને એની માતા પાસે ચાલ્યો ગયો.
For Private And Personal Use Only