________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫o.
પાંપણે બાંધ્યું પાણિયારું સિંહરથના રાજ્યાભિષેકનો દિવસ આવી ગયો. સમગ્ર રાજ્યમાં મહોત્સવ મંડાયો, ભવ્ય દબદબા સાથે સિહરથનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજ્યાભિષેકના સમયે જ મેં મારો સંસારત્યાગનો નિર્ણય જાહેર કર્યો.
નગરના બાહ્ય ઉદ્યાનમાં આચાર્યશ્રી ભદ્રયશાચાર્યજી બિરાજમાન હતા. તેઓની જ્ઞાનદૃષ્ટિ અનાગતના ભાવોને પણ જાણતી હતી! અમે બીજા જ દિવસે આચાર્ય ભગવંતના ચરણોમાં પહોંચ્યાં... વિનયપૂર્વક મસ્તકે અંજલિ જોડી કહ્યું : “ગુરુદેવ, અમને ચારિત્રધર્મ આપી આ ભવસાગરથી તારવાની કૃપા કરો.”
મહાનુભાવ, તમારી ભાવના શ્રેષ્ઠ છે. ચારિત્રધર્મની આરાધના કરી માનવજીવન સફળ કરી લેવાનું છે.
અનાદિકાલીન પરિભ્રમણનો અંત લાવી દેવાનો છે.” નગરનાં જિનમંદિરોમાં પ્રભુભક્તિના મહોત્સવો મંડાયા. મિત્ર રાજ્યોના અનેક રાજાઓ અને રાજકુમારો રથમર્દન નગરમાં આવી પહોંચ્યા. કાવેરીથી મહારાજા સુરસુંદર પણ સપરિવાર આવી ગયા.
શુભ દિવસ અને શુભ મુહૂર્ત પૂજ્ય આચાર્યદેવે મને અને ઋષિદત્તાને ચારિત્રધર્મ આપવાની કૃપા કરી. અમારાં આનંદની અવધિ ન રહી.
પૂજ્ય ગુરુદેવની સાથે અમે રથમઈન નગરથી વિહાર કર્યો. અમારી સંયમયાત્રાનો પ્રારંભ થઈ ગયો. પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રતિપળ વિનય કરીને મેં શ્રુતજ્ઞાન મેળવવા માંડ્યું. ઋષિદના સાધ્વીસંઘમાં રહીને સંયમસાધના કરવા લાગી.
જ્ઞાન અને ધ્યાન સાથે અમે તીવ્ર તપશ્ચર્યા કરવા માંડી. ધર્મધ્યાનમાં લીન રહેવા માંડ્યું. અમારું એક જ લક્ષ કર્મક્ષયનું હતું! સર્વ કર્મોનો નાશ કરી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું! - સંયમજીવનનાં વર્ષો પસાર થવા લાગ્યાં. અમારી આત્મવિશુદ્ધિ નિરંતર વધતી ચાલીએક દિવસ હું જંગલમાં એક પથ્થરની શિલા પર બેસીને ધર્મધ્યાનમાં લીન હતો. ત્યાં વર્ષોલ્લાસ વધી ગયો.... ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ થઈ ગયો... ઘાતકર્મોનો નાશ થઈ ગયો.
મને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ.. સાધ્વી ઋષિદરાને પણ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું.
For Private And Personal Use Only