________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
પાંપણે બાંધ્યું પાણિયારું ઝગમગી ઊઠ્યાં... સંધ્યા પૂર્વે ભોજનાદિથી નિવૃત્ત થઈને અમે ત્રણેય આશ્રમના ઉદ્યાનમાં ફરવા નીકળી ગયા. ઋષિદત્તાએ પેલું સરોવર પણ રુકિમણીને બતાવ્યું કે જ્યાં સર્વપ્રથમ એણે મને જોયો હતો.
આશ્રમના આસપાસના પ્રદેશમાં ફરીને અમે જિનમંદિરે પહોંચ્યાં. આરતીનો સમય થઈ ગયો હતો. અમે પ્રભુભક્તિમાં તલ્લીન બનીને આરતી ઉતારી.
કુટિરમાં આવીને અમે બેઠાં. ઋષિદત્તાએ રુક્મિણીને પોતાનાં બાલ્યકાળનાં અનેક મધુર સંસ્મરણો સંભળાવ્યાં. એ બંનેનો એક બાજુ વાર્તાલાપ ચાલતો હતો, બીજી બાજુ હું મારા જીવનની આધ્યાત્મિક મુલવણી કરી રહ્યો હતો. રાત્રિનો એક પ્રહર વ્યતીત થઈ ગયો હતો. અમે સૂવાની તૈયારી કરી.
બીજે દિવસે સવારે અમે ત્યાંથી પ્રયાણ કરી દીધું. હવે માર્ગમાં માત્ર એક જ વિસામો કરવાનો હતો, પછી રથમર્દન પહોંચી જવાનું હતું. આશ્રમે પહોંચ્યા પછી તુર્ત જ મેં બે ઘોડેસવારોને રથમદન નગરે મોકલીને પિતાજીને સંદેશો મોકલી દીધો હતો.
જ્યારે અમે નગરની પાસે પહોંચ્યાં ત્યારે દૂરથી દેખાયું કે નગરની બહાર મોટો માનવમહેરામણ ઉમટ્યો છે! રથની ગતિ તીવ્ર થઈ. અલ્પ સમયમાં જ રથમદન નગરના બાહ્ય પ્રદેશમાં અમે પહોંચી ગયાં. પિતાજી સ્વયં સામે પધાર્યા હતા. મેં દૂરથી પિતાજીને જોયા. હું રથમાંથી નીચે ઊતરી ગયો. મારી પાછળ ઋષિદત્તા અને રુક્મિણી પણ નીચે ઊતરી ગયાં. મેં પિતાજીના ચરણોમાં નમસ્કાર કર્યા. ઋષિદત્તા અને રુક્મિણીએ દૂરથી જ પિતાજીને પ્રણામ કર્યા અને ઊભી રહી.
હજારો નગરવાસીઓ ઉત્સવઘેલાં બની ગયાં હતાં. પિતાજીની સાથે હું પિતાજીના રથમાં બેઠો. મારા રથમાં ઋષિદત્તા અને રુક્મિણી બેઠાં. સ્વાગતયાત્રા શરૂ થઈ... રથમર્દનના રાજમાર્ગો પર ફરીને રાજમહેલે એ યાત્રા પૂરી થઈ. રાજમહેલના ઝરૂખામાં પહોંચી મેં સહુ નગરવાસીઓનું અભિવાદન કર્યું. * નગરવાસીઓ પ્રસન્નચિત્તે વીખરાયાં.
હું ત્યાંથી નીકળીને, ઋષિદત્તા તથા રુક્મિણીને લઈને માતાજીની પાસે પહોંચ્યો. ચરણોમાં મસ્તક મૂકીને મેં વંદના કરી. ત્યારબાદ ઋષિદત્તાએ માતાના ચરણોમાં વંદના કરતાં કહ્યું :
માતાજી, હું ઋષિદત્તા આપના ચરણે વંદના કરું છું...” માતાજી, હું રુક્મિણી આપના ચરણે વંદના કરું છું.....”
For Private And Personal Use Only