________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
રાજપરિવારની અને નગરજનોની અશ્રુભીની હાર્દિક વિદાય લઈને અમે રથમર્દન નગર તરફ પ્રયાણ કરી દીધું. જે માર્ગે અમે આવ્યાં હતાં, એ જ માર્ગે પાછા જવાનું નક્કી કર્યું હતું, કારણ કે રુક્મિણીને ઋષિદત્તાનો આશ્રમ જોવાની તાલાવેલી હતી. ઋષિદત્તાને એના પિતા રાજર્ષિના સ્તૂપનાં દર્શન કરવાની ભાવના હતી અને મારી ઇચ્છા પરમાત્મા ઋષભદેવનાં દર્શન-પૂજનની હતી.
આશ્રમ આવતાં અમે ત્યાં પડાવ નાંખ્યો. રુકિમણીને લઈ ઋષિદત્તા મંદિરનાં પગથિયાં ચઢી ગઈ. હું એમની પાછળ જ હતો. ભગવાન ષભદેવનાં દર્શનસ્તવન કરતાં મારાં રોમરોમ વિકસ્વર થઈ ગયાં. અમે ત્રણેયએ ખૂબ ભાવભરી સ્તવના કરી.
ત્યાંથી અમે સ્વ. રાજર્ષિના સ્તૂપ પાસે ગયાં. ઋષિદત્તાનું હસતું મુખ ગંભીર બની ગયું. એની ચંચળ આંખો સ્થિર બની ગઈ.... સ્થિર આંખો ભીની થઈ ગઈ... અને તે પંચાંગ પ્રણિપાત કરતી જમીન પર બેસી ગઈ. મેં અને રુકિમણીએ પણ પ્રણિપાત કરી, રાજર્ષિને શ્રદ્ધાંજલિ આપી. મેં ઋષિદત્તાને બે હાથે પકડીને ઊભી કરી.... ઋષિદત્તા તો રડી રહી હતી. મેં મારા ઉત્તરીય વસ્ત્રથી એની આંખો લૂછી. અમિણીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. તેણે ઋષિદત્તાનો હાથ પકડી લીધો હતો.
અમે ત્યાંથી એ ઝૂંપડીમાં ગયાં કે જ્યાં રાજર્ષિનો નિવાસ હતો અને ત્યાર પછી મુનિમારના રૂપે ઋષિદત્તાએ નિવાસ કર્યો હતો, ત્યાં અમે ત્રણેય બેઠાં. રુકિમણીએ ઋષિદનાને કહ્યું :
“અહીં એક દિવસ રોકાઈ જઈએ તો?' ઋષિદત્તાએ મારી સામે જોયું. મેં સ્વીકૃતિસૂચક સ્મિત કર્યું. રુક્મિણી રાજી-રાજી થઈ ગઈ.
આપણે આ કુટિરમાં જ રોકાઈશું!' એમ કહીને તેણે કુટિર સાફ કરવા માંડી. ઋષિદત્તાએ પરિચારિકાને બોલાવીને ભોજનાદિની જરૂરી સૂચના આપી દીધી. સેનાપતિને એક દિવસ રોકાવાનો નિર્દેશ આપ્યો.
બે ઘડીમાં તો કુટિરને રુકિમણીએ પરિચારિકાઓ દ્વારા સુંદર રીતે સજાવી દીધી. મંદિરમાં ઘીના દીપકો પ્રગટાવ્યા. રાજર્ષિની સમાધિ ઉપર પણ દીપકો
For Private And Personal Use Only