________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૩૭ મહારાણી ક્ષણભર સ્તબ્ધ થઈ ગયાં... બંને પુત્રવધૂઓને જોઈ જ રહ્યાં... ઋષિદત્તાને જોઈને તેમને પોતાની આંખો પર વિશ્વાસ નથી પડતો! માતાએ મારી સામે જોયું. મેં કહ્યું : “મા, આ બંને તારી પુત્રવધૂઓ છે! “પણ, આ મારી ઋષિદત્તા ક્યાંથી?' સજીવન થઈ? એમ પૂછે છે ને?' મને કાંઈ સમજાતું નથી...બેટા, ઋષિને જોઈને મારા આશ્ચર્યનો પાર નથી..” “મા તારા આશ્ચર્યનો અંત આવી જશે, જ્યારે તું પૂરો વૃત્તાંત સાંભળીશ!' અમે પિતાજીને વંદના કરી આવીએ; પછી વાત કરું છું..
અમે પિતાજીના ખંડમાં પહોંચ્યાં. મેં પિતાજીના ચરણોમાં પ્રણામ કર્યા. ઋષિદત્તા અને રુકિમણીએ પણ પ્રણામ કર્યા. પિતાજીએ મને તેમની પાસે બેસાડી કુશળતા પૂછી... રુકિમણીની સામે જોયું. પાસે ઊભેલી ઋષિદત્તાને જોઈ.... તેઓ કાંઈક વિચારમાં પડી ગયા અને મારી સામે જોઈ પૂછ્યું : કુમાર, રુકિમણીની સાથે આ કોણ છે?' ઋષિદત્તા!”
? એ કેવી રીતે હોઈ શકે? એને તો....' પિતાજી, ઘ રક્ષતિ રક્ષિત:- જે મનુષ્ય પોતાના હૃદયમાં ધર્મની રક્ષા કરે છે, તેની રક્ષા ધર્મ કરે છે! આપ એ જલ્લાદોને બોલાવીને પૂછો કે એમણે ઋષિદનાનો વધ કર્યો હતો? પછી હું બધી વાત કરીશ!'
પિતાજી વિચારમાં ગરકાવ થઈ ગયા. મેં કહ્યું : “પિતાજી, ઋષિદત્તા સંપૂર્ણ નિર્દોષ છે. એના ઉપર કોણે અને કેવી રીતે આરોપ મૂક્યો, તે વાત પછી આપને કરું છું. અમે પરવારી લઈએ. ભોજનાદિથી નિવૃત્ત થયા પછી બધી વાત કરીશ. મારી માતાને પણ બધી વાત જણાવવી છે....”
ભલે, તમે સહુ પહેલાં સ્નાનાદિથી નિવૃત્ત થાઓ.” હું, ઋષિદરા અને રુક્મિણીની સાથે મારા ખંડમાં પહોંચ્યો અને દૈનિક ચર્યામાં પરોવાયો. ઋષિ અને રુક્મિણી માતાની પાસે ચાલ્યાં ગયાં. રાજમહેલમાં ઋષિદત્તાના આગમનની વાત ફેલાઈ ગઈ... સાથે સાથે નગરમાં પણ એ વાત ફેલાવા લાગી.
ભોજનાદિથી નિવૃત્ત થઈ અમે સહુ પિતાજીના ખંડમાં ભેગાં થયાં. મેં વાતનો પ્રારંભ કર્યો. સ્મશાનમાં ઋષિદત્તાનું મૂચ્છિત થઈ જવું, જલ્લાદોનું
For Private And Personal Use Only