________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૩૩ યોગિનીએ જાણ્યું કે કુમાર રસ્તામાંથી જ એક ઋષિકન્યાને પરણીને પાછો વળી ગયો છે અને રુક્મિણીએ એ કુમાર સિવાય બીજા કોઈ સાથે નહીં પરણવાનો નિર્ણય કર્યો છે. ત્યારે એ યોગિનીએ સ્વયં જ આ પર્યંત્ર રચ્યું. એમાં એને સફળતા મળી એમ લાગ્યું ત્યારે એણે કાવેરી જઈને રુક્મિણીને વાત કરી! રુક્મિણીએ યોગિનીને ઠપકો આપ્યો... વગેરે..” | ‘લગ્ન પછી આ વાત રુક્મિણીએ મને કહી. મેં રુક્મિણીના પિતાને કહી, એમણે યોગિનીને દેશ બહાર કાઢી મૂકી....”
બરાબર!' ઋષિદત્તા રાજી રાજી થઈ ગઈ.
અને પિતાજી જ્યારે આ ઘટના જાણશે, તારી નિર્દોષતા સિદ્ધ થશે ત્યારે કેવા લજ્જા પામશે?”
“લજ્જા જ નહીં, તેઓને પારાવાર પશ્ચાત્તાપ થશે. હૃદયમાં ઘોર વેદના અનુભવશે.... એમની આંખો આંસુઓથી છલકાઈ જશે.”
બોલતાં બોલતાં ઋષિદત્તાની આંખો ભીની થઈ ગઈ. મેં કહ્યું : “પણ એક સાવધાની રાખવાની છે! જયારે પિતાજી પોતાની ભૂલને યાદ કરીને કલ્પાંત કરે, ત્યારે રુકિમણી સ્વયં પોતાની ભૂલ કબૂલી ન લે! ભાવુકતામાં ક્યારેક આવી ભૂલ થઈ જતી હોય છે... અચાનક એ બોલી ઊઠે કે “ના ના... પિતાજી, આપની ભૂલ નથી, ભૂલ તો મારી છે.... મેં યોગિની દ્વારા પર્યંત્ર - રચાવ્યું હતું....”
સાચી વાત છે આપની, રુક્મિણીને હું સમજાવી દઈશ.” “તારા અંગે હજુ કોઈ સમાચાર પિતાજીને જણાવ્યા નથી. તેઓ બધા તો આ બધી પરિસ્થિતિથી સાવ અજાણ છે.. તને જોઈને તેમને ખૂબ વિસ્મય
થશે.”
થવા દેવું જોઈએ વિસ્મય. હમણાં આપણે કંઈ જ જણાવવું નથી.”
અમારી વાતો ચાલતી હતી, ત્યાં રુમિણી રાજમહેલથી આવી ગઈ હતી. તે આવીને ઋષિદત્તાની પડખે બેસી ગઈ. ઋષિદત્તાએ કહ્યું :
રુક્મિણી, તું તો રથમદન નગરને પહેલી જ વાર જોઈશ ખરું ને?' “એ તો ખરું, પરંતુ એ પહેલાં તો આપના આશ્રમને જોઈશ! જે આશ્રમમાં આપનો જન્મ થયો, આપ મોટાં થયાં..... અને છેલ્લે જે આશ્રમે આપની રક્ષા કરી! એ આશ્રમની માટી માથે ચઢાવીશ..”
For Private And Personal Use Only