________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પાંપણે બાંધ્યું પાણિયારું
હું નહીં કરું.... મારા તરફથી એ માત્ર સ્નેહ અને પ્રેમની જ ઇચ્છા રાખે, એ સ્વાભાવિક છે.
હું આ વિચારોમાં ડૂબેલો હતો, ત્યાં શયનખંડમાં ઋષિદત્તા આવી પહોંચી. સંધ્યાના ભોજનનો સમય થઈ ગયો હતો. એ ભોજન માટે બોલાવવા આવી હતી. હું એની સાથે ભોજન કરવા ગયો. મારી મુખાકૃતિ જોઈને એને ખ્યાલ આવી ગયો કે હું કોઈ ગંભીર વિચારોમાં ડૂબેલો છું, પણ એણે મને કાંઈ પૂછ્યું નહીં.
ભોજન પછી રુક્મિણી એનાં માતા-પિતાને મળવા રાજમહેલે ગઈ. હું મહેલના ઝરૂખામાં જઈને બેઠો, આવશ્યક કાર્યોથી પરવારીને ઋષિદત્તા મારી પાસે આવીને બેઠી. મેં મૌનપણે એની સામે જોયું. એણે અર્થપૂર્ણ દૃષ્ટિથી મારી સામે જોયું. બે પળ મૌન છવાયું. ઋષિદત્તાએ કહ્યું :
‘નાથ, મારે એક મહત્ત્વની વાત કહેવી છે.'
‘કહે!’
‘મને નિર્દોષ સિદ્ધ કરવા જતાં રુક્મિણી દોષિત જાહેર ન થઈ જાય, એની આપણે પૂરી સાવધાની રાખવી જોઈએ.’
‘તદ્દન સત્ય વાત છે તારી. મારા મનમાં પણ એ જ વાત રમે છે, આજે સાંજે મારા મનમાં આ જ વિચારો ચાલતા હતા.'
‘આપ કોઈ ગંભીર વિચારમાં છો, એમ તો મને સાંજે જ લાગેલું.’
‘એ ગંભીર વિચાર આ જ હતો કે રુક્મિણીની ભૂલ થમર્દન નગરમાં જાહેર કરવાની ભૂલ આપણી ન થઈ જાય! અલબત્ત, તને જીવંત જોઈને માતાજી, પિતાજી અને સમગ્ર નગ૨ આશ્ચર્યમાં ગરકાવ થઈ જવાનું છે! તું સુરક્ષિત છે, જીવંત છે.... એ જ તારી નિર્દોષતાને સિદ્ધ કરવા માટે શું પર્યાપ્ત મુદ્દો નથી?’
‘સુલસા યોગિનીની વાત કરી શકાય, નહીં?'
‘કરી શકાય, પણ એને પ્રેરણા આપનાર રુક્મિણી હતી, એ વાત ન નીકળવી જોઈએ.... માત્ર યોગિનીનો જ નિર્દેશ કરીએ તો પ્રશ્ન થાય ને કે યોગિનીને એવું અધમ કૃત્ય કરવાની શી જરૂર હતી? ઋષિદત્તા તરફ એને શત્રુતા શાથી હતી?’
ઋષિદત્તા વિચારમાં પડી ગઈ. થોડી ક્ષણો વિચારમાં પસાર થઈ ગઈ. તેણે કહ્યું : ‘એમ રજૂઆત થઈ શકે કે યોગિની રુક્મિણીની સખી હતી. જ્યારે
For Private And Personal Use Only