________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૩૧
‘આપે અને માતાજીએ મને જે સ્નેહ આપ્યો છે, તે હું ક્યારેય નહીં ભૂલી શકું. સદૈવ આપના આશીર્વાદ રહે, એ જ મારા અંતરની કામના છે. મારાથી આપનો જે કોઈ અવિનય થયો હોય, આપ મને ક્ષમા આપશો....'
ઋષિદત્તાના ગળે ડૂમો ભરાયો, તે આગળ બોલી ન શકી. મેં મહારાજાને કહ્યું :
‘મહારાજા, મારા નિમિત્તે આપને ખૂબ ચિંતા થઈ છે. આપ ઉદાર હૃદયના છો, મને ક્ષમા આપશો. આપની શુભકામનાઓ લઈને અમે અહીંથી જઈશું.’ ભોજનનો સમય થઈ ગયો હતો. અમે સહુ ભોજન માટે ઊઠ્યાં.
ભોજનાદિથી નિવૃત્ત થઈ, ઋષિદત્તા અને રુક્મિણીની સાથે હું મારા મહેલે આવ્યો. આખા નગરમાં અમારા રથમર્દન નગર જવાના સમાચાર પ્રસરી ગયા. નગરના શ્રેષ્ઠીઓ મને મળવા માટે આવવા લાગ્યા. એમની સાથે વાતો કરવામાં બપોરનો સમય પસાર થઈ ગયો. ઋષિદત્તા અને રુક્મિણી પણ અનેક સ્ત્રીઓથી ઘેરાઈને બેઠી હતી.
હું થોડી વાર આરામ કરવા મારા શયનખંડમાં ગયો. પલંગ પર આડો પચો.... આંખો બંધ કરી.... ત્યાં મનમાં રથમર્દન નગરના વિચારો આવવા લાગ્યાં. માતા અને પિતાના વિચારો આવવા લાગ્યા. ઋષિદત્તાને જોઈને પિતાજી વગેરે કેવા સ્તબ્ધ થઈ જશે! એ વિચારે મને રોમાંચિત કરી દીધો. જ્યારે તેઓ સત્ય હકીકત જાણશે ત્યારે...!!!
પરંતુ ત્યાં હું ગહન વિચારમાં પડી ગયો. સત્ય હકીકતમાં રુક્મિણી સંડોવાયેલી હતી.... જો એ વાત માતા-પિતા જાણે તો રુક્મિણી તરફ તેઓ અરુચિઉદ્વેગવાળાં બની જાય! રુક્મિણીને તુચ્છ દૃષ્ટિથી જુએ.... તો રુક્મિણીના મન ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડે.... એનામાં ઉદ્વેગ અને ઉદાસીનતા ભરાઈ જાય.... એનું જીવન ખારું ખારું થઈ જાય.... ના, ના, એ વાત ખુલ્લી કરવાની જ નહીં. આ વાતમાં રુક્મિણીને લાવવાની જ નહીં.
મારા મનમાં રુક્મિણી પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી. રથમર્દન નગરમાં, રાજમહેલમાં.... કોઈના પણ હૃદયમાં રુક્મિણી પ્રત્યે અરુચિ ન જન્મે, એવું જ વાતાવરણ રહેવું જોઈએ. એના જીવનમાં થઈ ગયેલી ભૂલ કોઈનાય ખ્યાલમાં ન આવવી જોઈએ.... રુક્મિણીના હૃદયમાં મારા પ્રત્યે અને ઋષિદત્તા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ છે.... એ વિશ્વાસ સાથે અમારી સાથે આવી રહી છે.
હું પણ ક્યારેય એની ભૂલ યાદ નહીં કરાવું, એના હૃદયમાં દુઃખ થાય એવું
For Private And Personal Use Only