________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૨૯ દિવસો કાવેરીમાં વ્યતીત કર્યા. એક દિવસ ઋષિદત્તાએ મને કહ્યું : “નાથ, હવે આપણે રથમર્દન નગર જઈએ તો? ત્યાં માતાજી આપની ચિંતા કરતાં હશે.”
અને મારી કલ્પનાસૃષ્ટિમાં મારી સ્નેહાળ માતા મને દેખાઈ. મેં ઋષિદત્તા સામે જોયું. એ મારા ઉત્તરની અપેક્ષા રાખતી મારી સામે જોઈ રહી હતી. મેં કહ્યું: “આપણે કાલે જ અહીંથી પ્રયાણ કરી દઈએ. હું આજે મહારાજા સુરસુંદરને વાત કરું છું.'
ભોજનાદિથી પરવારી હું રથમાં બેસી મહારાજાના મહેલે ઊપડ્યો. મહારાજાએ સ્નેહથી મારું સ્વાગત કરી કુશળતા પૂછી. મેં કહ્યું : “મહારાજા, અહીં કાવેરીમાં હું ઘણા દિવસો રોકાયો. હવે રથમર્દન જવું જોઈએ. ત્યાં પિતાજી મારી પ્રતીક્ષા કરતા હશે. થોડીક ચિંતા પણ કરતા હશે...”
મહારાજાના મુખ પર ગ્લાનિ તરી આવી. તેમણે કહ્યું : “કુમાર, હું જાણું છું કે તમે અહીં કાયમ નથી રહેવાના.... અહીં જેટલું વધુ રોકાઓ, તેટલો મને..... મારા મનને વધુ આનંદ રહે. પરંતુ... તમારી વાત સાચી છે. મહારાજા તમારી પ્રતીક્ષા કરતા જ હશે....'
અમે આવતી કાલે પ્રભાતે અહીંથી પ્રયાણ કરવા ઇચ્છીએ છીએ.” “કાલે ?'
હા જી, કાલે જ પ્રયાણ કરીને જલદીથી જલદી રથમદન પહોંચી જવાની ભાવના છે.”
મહારાજાએ પરિચારિકાને મોકલીને મહારાણીને બોલાવ્યાં અને અમારા નિર્ણયની જાણ કરી. મહારાણીની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેઓ કાંઈ બોલી ન શક્યાં..... સાડીના પાલવથી આંસુ લૂછી એમણે મારી સામે જોયું. ખૂબ જ ગળગળા સ્વરે તેમણે કહ્યું : “કુમાર, તમારું હૃદય વિશાળ છે, ઉદાર છે.” તમે કિમણીના અપરાધને ભૂલી જઈ એને ક્ષમા આપી, એને સ્નેહ આપ્યો.... તમારો ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ....'
મહારાજા સુરસુંદર રડી પડ્યા. મારી આંખો પણ ભીની થઈ ગઈ. મેં કહ્યું : ‘હવે તમે રુક્મિણીની ચિંતા ન કરશો. મારા હૃદયમાં એના પ્રત્યે સ્નેહ અને સદૂભાવ છે. એનું હૃદય પણ હવે નિર્મળ અને પ્રેમાળ બની ગયું છે. ઋષિદત્તા પ્રત્યે એના હૃદયમાં અપાર સ્નેહ ઊભરાયો છે.”
‘ઋષિદત્તા તો ઋષિદત્તા જ છે, કુમાર! એણે જ તો રુકિમણીના જીવનને દુ:ખના દાવાનળમાંથી ઉગારી લીધું.
For Private And Personal Use Only