________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષિદત્તાના નિષ્કપટ અને સ્નેહાળ સ્વભાવથી અને વર્તાવથી રુક્મિણીનો સંર્કોચ થોડા જ દિવસોમાં દૂર થઈ ગયો. હવે તે મારી સાથે પણ નિઃસંકોચ વ્યવહાર કરવા લાગી. મેં પણ ક્યારેય એની ભૂતકાળની ભૂલ યાદ કરાવી નહીં. મેં મારા મનનું સમાધાન કરી લીધું હતું. કોઈની પણ ભૂલનો મનમાં સંગ્રહ કરી રાખવાથી મન ઉકરડા જેવું ગંદું બની જાય છે.
અવારનવાર ઋષિદત્તા મને રુક્મિણીના ગુણો બતાવતી હતી. મારું ધ્યાન એના ગુણો તરફ આકર્ષીને ‘રુક્મિણીમાં ઘણા ગુણો છે', આ વાત મારા મનમાં એ દૃઢ કરતી હતી, ઋષિદત્તાની આ પવિત્ર ઉદાત્ત ભાવના હતી કે હું ક્યારેય રુક્મિણીનો તિરસ્કાર ન કરું. રુક્મિણી તરફ અણગમો ન રાખું.... અને મારા રુક્મિણી તરફના સદ્વ્યવહા૨ને જોઈને એ પ્રસન્ન થતી હતી.
રુક્મિણીએ મને કહ્યું : ‘ખરેખર, ઋષિદત્તા અસાધારણ ગુણસંપત્તિ ધરાવનારી સન્નારી છે.... જેવું એનું બાહ્ય આકર્ષક રૂપ છે, તેવું જ એનું આંતરિક ભવ્ય વ્યક્તિત્વ છે... અજ્ઞાનદશામાં મેં એના તરફ કેવો ઘોર અપરાધ કર્યો? કેવાં ચીકણાં કર્મો બાંધ્યાં?'
મેં રુક્મિણીને આશ્વાસન આપતાં કહ્યું : ‘સર્વ જીવો કર્મવશ છે. કર્મવશ જીવ ભૂલ કરી બેસે છે. હવે એ દુઃખદાયી ભૂતકાળ યાદ ન કરીશ. તેં તારી ભૂલનો ખૂબ ખૂબ પશ્ચાત્તાપ કરી લીધો છે. હવે જીવ ન બાળીશ. હવે તો તમે બંને પરસ્પર ખૂબ પ્રેમથી રહો, બરાબર એ જ છે.’
રુક્મિણીએ કહ્યું : ‘નાથ, આપની વાત સર્વથા ઉચિત છે; પરંતુ મારા જીવનમાં થયેલી ભૂલ ભૂલી શકાય એવી નથી.... મેં બાંધેલાં પાપકર્મ તો મારે ભોગવવાં જ પડશે.... તીવ્ર રાગ-દ્વેષથી બાંધેલાં કર્મો ભોગવ્યા વિના છૂટતાં નથી...'
‘તારી વાત સાચી છે, પરંતુ હવે ‘તું ન શોધ્યું' - શોક કરવો ઉચિત નથી. તપશ્ચર્યા દ્વારા એ કર્મબંધને હળવો કરી દેવો, એ જ ઉચિત છે.'
મેં રુક્મિણીના હૃદયને હળવું કરવાનો પ્રયત્ન કર્યો. ઋષિદત્તા તો હંમેશાં સ્નેહપૂર્ણ વ્યવહારથી એનું હૃદય પ્રફુલ્લિત રાખતી જ હતી. અમે કેટલાક
For Private And Personal Use Only