________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૨૭ મહારાણીની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ. હૈયું ગદ્ગદ્ થઈ ગયું.... તેઓ બોલ્યાં... “ઋષિદત્તા.... સાચે જ તું મહાદેવી ... અને તેઓ ઝડપથી ચાલ્યાં ગયાં. થોડી જ વારમાં રુકિમણીનાં વસ્ત્રો અને અલંકારો લઈને આવી ગયાં. તેમની પાછળ મહારાજા સુરસુંદર પણ આવી ગયા... તેઓને મેં દૂરથી નમસ્કાર કર્યા. તેઓએ આશીર્વાદ આપ્યા અને કહ્યું : “બેટી, રુકિમણીને હું તારા ખોળે સોંપું છું.. હવે તું જ એની માતા અને તું જ એની બહેન.... મારી મેર જેવડી ચિંતાને તે દૂર કરી.... તારો ઉપકાર...” બોલતાં બોલતાં મહારાજા રડી પડ્યા.... મેં કહ્યું : “પિતાજી, મહારાજ કુમાર ઉત્તમ પુરુષ છે, ઉદાર હૃદયના છે. તેઓના મનમાં રુક્મિણી પ્રત્યે કોઈ રોષ નથી. અમને બંનેને તેઓ સમાન દૃષ્ટિથી જોશે.'
રુક્મિણીએ વસ્ત્રપરિવર્તન કરી લીધું. મેં એને અલંકારોથી શણગારી. આખા રાજમહેલમાં આનંદોત્સવ મંડાઈ ગયો. હું રુક્મિણીને રથમાં બેસાડીને મારી સાથે અહીં લઈ આવી!”
એટલે શું તું એને અહીં લાવી છે?”
હા, મારા સ્વામીનાથ!” અને ઋષિદના ઝડપથી બહાર નીકળી ગઈ.... બાજુ ના ખંડમાંથી રુક્મિણીને લઈ તે મારા ખંડમાં આવી. રુક્મિણી મારા ચરણોમાં ઢળી પડી.... મેં એને ઊભી કરી અને કહ્યું :
રુક્મિણી, હવે રડ નહીં. મને તારા પ્રત્યે કોઈ રોષ નથી. બધો જ રોષ આ તારી બહેને બહાર ફેંકાવી દીધો છે.... તારા પ્રત્યે પ્રેમ કરવાનું વરદાન એણે મારી પાસે માગી લીધું છે!' મિણીએ કૃતજ્ઞતાભરી આંખે ઋષિદના સામે જોયું... ઋષિદત્તા નીચી દૃષ્ટિ કરીને ધીરે ધીરે શયનખંડમાંથી બહાર ચાલી ગઈ.
રુક્મિણી મારા પગ પાસે બેસી ગઈ. તેણે કહ્યું :
નાથ, હું મહાપાપી છું. મેં ભયંકર અપરાધ કર્યો છે.... ઈર્ષાની સાક્ષાત્ મૂર્તિ છું... જ્યારે મહાદેવી ઋષિદત્તા મહાસતી છે... ક્ષમાની દેવી છે.... ઉદારતાનો સાગર છે.. અસંખ્ય ગુણોનો ભંડાર છે... હું એમના ચરણોની રજ પણ થવા લાયક નથી....' | ‘તારી વાત સત્ય છે, રુક્મિણી, મારા હૈયામાં એના પ્રત્યે જેટલો પ્રેમ છે, એટલો જ પ્રેમ તને આપવાનું વરદાન માગી.... એણે કેવો ઉચ્ચતમ્ ત્યાગ કર્યો છે! કેવું ભવ્ય સત્કાર્ય કર્યું છે!
મારું તો હવે એ સર્વસ્વ છે... નાથ!” રુક્મિણી ગદ્ગદ્ થઈ ગઈ.
For Private And Personal Use Only