________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૨૫ પાસે જઈશ અને એના મનોભાવ જાણીશ.. એના સંતપ્ત હૃદયને આશ્વાસન આપીશ... એના અશાંત મનને સમાધિ આપીશ....”
હું ઋષિદત્તાના સરળ, સ્નેહાળ, ઉદાર અને ગંભીર વ્યક્તિત્વને મનોમન અભિનંદી રહ્યો. પોતાના પ્રાણ લેવાનો હીચકારો પ્રયત્ન કરનાર પ્રત્યે પણ કેવી કરુણાદૃષ્ટિ! બદલો લેવાની કોઈ દુષ્ટ મનોવૃત્તિ નહીં.. પોતાને દુઃખ આપનારા પ્રત્યે કોઈ દ્વેષ નહીં, રોષ નહીં, કિન્નો નહીં!
બીજા દિવસે સવારે જ પ્રભાતિક કૃત્યોથી પરવારી, ઋષિદત્તા રથમાં બેસીને મહારાજા સુરસુંદરના મહેલે ગઈ. તે મધ્યાહ્ન સમયે પાછી આવી. એના મુખ પર મલકાટ હતો. એના હૈયે હર્ષ હતો... પરંતુ આવીને પહેલું કામ એણે મને ભોજન કરાવવાનું કર્યું. મને ભોજન કરાવીને એણે ભોજન કર્યું અને મને શયનગૃહમાં આરામ કરવાનું કહી એ ચાલી ગઈ.
બે ઘડી મેં આરામ કર્યો.... ત્યાં એ આવી ગઈ. મારા પલંગ પાસે પડેલા ભદ્રાસન પર બેસીને તેણે કહ્યું :
નાથ, મારું કાર્ય સરળ બન્યું છે. મારી ધારણાઓ સાચી પડી છે. હું રાજાના મહેલમાં પહોંચી. મને એકલીને આવેલી જોઈ મહારાણીને આશ્ચર્ય થયું, પરંતુ તુર્ત જ મેં કહ્યું : “માતાજી, મારે રુક્મિણીને મળવું છે!” મારી વાત સાંભળીને મહારાણીને વધુ આશ્ચર્ય થયું. તેઓ થોડી ક્ષણ મારી સામે જોઈ રહ્યાં.... તેમની આંખો સજલ બની.... મેં તેઓના હાથ પકડીને કહ્યું : માતાજી, બધું સારું થશે... આપ મને રુકિમણી પાસે લઈ ચાલો.”
મહારાણીની સાથે હું રુક્મિણીના શયનખંડમાં પહોંચી. મહારાણીએ શયનખંડમાં જઈને પલંગમાં સૂતેલી રુક્મિણીને કહ્યું : “બેટી, જો તો, તને મળવા કોણ આવ્યું છે?'
રડી રડીને રુક્મિણીની આંખો સૂજી ગઈ હતી. એનાં વસ્ત્રો ચોળાઈ ગયેલાં હતાં. એના અંગ પર એકેય આભૂષણ ન હતું. એનું મુખ કરમાઈ ગયું હતું. ગાલ પર સુકાયેલાં આંસુના લિસોટા હતા. હું પલંગ પાસે પહોંચી ગઈ હતી. તે મને જોઈ રહી. તે મને પહેલી જ વાર જોતી હતી. હું પણ એને પહેલી જ વાર જોતી હતી! એ મને ઓળખી ન શકી.... એટલે મહારાણી બોલ્યાં : બેટી, આ ઋષિદત્તા છે!"
હું? દેવી ઋષિદત્તા તમે જ ?' તે પલંગ પરથી નીચે ઊતરી ગઈ.... અને મારા પગમાં પડી ગઈ.... મેં એને મારા બાહુપાશમાં લઈ લીધી. તેની આંખોમાંથી
For Private And Personal Use Only