________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪.
પાંપણે બાંધ્યું પાણિયારું તું ધારે છે એટલી એ સરળ નહીં હોય, એમ મને લાગે છે. એને પોતાની ભૂલ જ સમજાઈ નથી.'
“હવે સમજાઈ ગઈ હશે! હું જીવંત રહી ગઈ છું, એ જાણ્યા પછી એના પસ્તાવાનો પાર નહીં હોય, સુલસા જોગણાને જે સજા થઈ, એથી પણ એને સાચી સમજણ આવી હશે જ. માણસ જ્યારે ખોટું પગલું ભરીને નિષ્ફળ જાય છે ત્યારે એને પોતાના ખોટા પગલાનું ભાન થાય છે. ફરીથી એવું ખોટું પગલું નહીં ભરવાનો મનોમન નિર્ણય કરે છે. રુક્મિણીની માનસિક સ્થિતિ આવી હોવી જોઈએ.”
મને તો એની માનસિક સ્થિતિ જુદી સમજાય છે. તુલસા જોગણને જે સજા થઈ છે, એથી સંભવ છે કે એ મારા પર રોષે ભરાઈ હોય. કારણ કે મેં જ મહારાજાને એ પયંત્રનો પરિચય આપ્યો હતો.”
પરંતુ જો એના મનમાં આપના પ્રત્યે રોષ ન હોય, એને જો પોતાની ભૂલનો પશ્ચાત્તાપ થતો હોય અને આપના પ્રેમને ચાહતી હોય... તો, તો આપ એને પ્રેમ આપશો ને?'
ઋષિ! તું ગુણવાન છે, એટલે દુનિયા તને ગુણવાન દેખાય છે.... તારું હૃદય કોમળ છે, મૃદુ છે એટલે તું બીજાના દુ:ખનો વિચાર કરે છે.... બીજાનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે... પરંતુ તે માને છે એવી આ દુનિયા નથી! બધા જીવો કરુણાના પાત્ર નથી હોતા.”
ભલે બધા ન હોય કરુણાપાત્ર, રુક્મિણી તો કણાપાત્ર છે જ! કરુણાપાત્ર જ નહીં, પ્રેમપાત્ર છે! આપ એક વાર એના અપરાધની ક્ષમા આપી દો... બસ, પછી આપના હૃદયમાં એના પ્રત્યે પણ પ્રેમની સરવાણી ફૂટશે!'
એણે ક્યાં મારી પાસે ક્ષમા માગી છે? એણે તો એના પરાક્રમની બહાદુરી ગાઈ છે!”
એ વાત પુરાણી થઈ ગઈ. રોષમાં, રીસમાં, ઈર્ષ્યામાં માનવી ન બોલવાનું બોલી જાય છે. સુજ્ઞ પુરુષો એ શબ્દો યાદ નથી રાખતા, ભૂલી જાય છે. એ બોલી હતી રોષમાં! મારા પ્રત્યેની ઈર્ષ્યાથી! હવે એના હૈયે રોષ નહીં હોય. હવે મારા તરફ પણ એને ઈમ્પ્રભાવ નહીં હોય.”
તો તું એને મળ.... એના મનોભાવને જાણ... પછી તારી ઇચ્છા મુજબ હું કરીશ.. બસ? પ્રસન્ન?'
ખૂબ જ પ્રસન્ન થઈ, નાથ! આપની ઉદારતા ગજબ છે... હું કાલે જ એની
For Private And Personal Use Only