________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
પાંપણે બાંધ્યું પાણિયારું
ના રે, મને આપના વચનમાં ક્યારેય શંકા ન થાય.' “તો નિઃશંકપણે માગો.' ‘નાથ, આપ જેવો પ્રેમ મારા પ્રત્યે રાખો છો તેવો જ પ્રેમ રુક્મિણી પ્રત્યે રાખો! બસ, મને આટલું વરદાન આપી દો!'
હું તો સ્તબ્ધ થઈ ગયો. અનિમેષ નયને ઋષિદત્તાને જોઈ રહ્યો. “ઋષિએ આ શું માંગ્યું?' હું સમજી ન શક્યો. રુકિમણી પ્રત્યે પ્રેમ? અને તે પણ ઋષિદત્તાના જેવો પ્રેમ? મેં ઋષિદત્તાને કહ્યું :
ઋષિ, તું શું બોલે છે? “હું સભાન અવસ્થામાં છું, નાથ! આપનો પ્રેમ મારી એ બહેનને પણ મળવો જોઈએ. જેટલો પ્રેમ મને મળે છે, એટલો જ પ્રેમ એને પણ મળવો જોઈએ.”
એના પ્રત્યે મારા હૈયામાં ભારોભાર રોષ છે.... એને હું કેવી રીતે ચાહી શકું? એનું મુખ પણ જોવા હું રાજી નથી.”
એ રોષને કાઢી નાખો, નાથ! આપ તો કરુણાવંત છો. એની ભૂલને ભૂલી જાઓ... એને ક્ષમા કરી દો...'
પરંતુ એણે કેવો ભયંકર અપરાધ કર્યો છે એ તું જાણે છે ને? આવો ઘાતકી અને ક્રૂર વર્તાવ કરનારીને હું ક્ષમા આપું? ઋષિ, મારાથી એ શક્ય નથી.”
“કંઈ જ અશક્ય નથી, સ્વામીનાથ! આપ એના અપરાધનું વાસ્તવિક કારણ વિચારો તો આપનો રોષ ઊતરી જશે. મારા પિતાજી કહેતા હતા કે દરેક જીવાત્મા પોતાના પુણ્યકર્મના ઉદયથી સારું કામ કરે છે, પોતાના પાપકર્મના ઉદયથી ખોટું કામ કરે છે. રુક્મિણીના પાપકર્મનો ઉદય જાગ્યો હશે માટે જ તેણે ખોટું કામ કર્યું.. એનાં પાપકર્મે એની પાસે ખોટું કામ કરાવ્યું છે.... એમાં જીવાત્માનો શો દોષ?”
પરંતુ ઋષિ, તું વિચાર કર કે તારા પ્રત્યે એને કેવી ઘોર ઈર્ષ્યા છે? તને મારી પાસેથી દૂર કરવા એણે કેવું પડ્યુંત્ર રચ્યું? તને મોતના કૂવામાં ધકેલી દીધી.. એ તો તારો અને મારો પુણ્યોદય કે તું બચી ગઈ.. નહીંતર...?'
‘ભલે એને મારા પ્રત્યે ઈર્ષ્યા હોય.... ઈર્ષ્યા તો અમારી સ્ત્રી-જાતમાં સહજ હોય છે, છતાં હવે એને મારા પ્રત્યે ઈર્ષ્યા નહીં રહે... તમારો પ્રેમ એ ચાહે છે. તમારો પ્રેમ એને મળશે એટલે ઈર્ષ્યા નહીં રહે..'
For Private And Personal Use Only