________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૧૭. પિતાજીની પાસે સૂવાનું છે. સવારે ઊઠીને તું તારું મુખ ધોઈ નાંખજે અને માંસના ટુકડા ખાળમાં ફેંકી દેજે...” પરંતુ હું વહેલી ઊઠી શકી ન હતી અને ગુપ્તચરોએ મારું લોહીથી ખરડાયેલું મુખ જોઈ લીધું હતું તેથી આપ મારા પર નારાજ થયા હતા અને આપે કહ્યું હતું :
હવે જે કંઈ બને, તે હું ન જાણું. મારી સૂચનાનો તેં અમલ ન કર્યો.' આટલું આપ બોલી રહ્યા. ત્યાં જ આપના પિતાજી ધસી આવ્યા હતા. જ્યારે એમણે મારા વાળ પકડી મને ઢસડીને શયનગૃહની બહાર કાઢવા માંડી ત્યારે મેં આંસુ નીતરતી અને દયામણી આંખે આપની સામે જોયું હતું. આપ મને છોડાવવા નજીક આવ્યા. ત્યાં આપને ધક્કો મારી પિતાજીએ દૂર હડસેલી દીધા હતા. આપ જ્યારે તલવાર લઈ આપના જ ગળે પ્રહાર કરવા જતા હતા ત્યાં પિતાજીએ આપના હાથમાંથી તલવાર છીનવી લઈ આપને સ્તંભ સાથે બાંધી દીધા હતા.
આપની આ સ્થિતિ જોઈ મેં મારી જાતને સંપૂર્ણ અસહાય જોઈ. હું ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. ત્યાં મને બચાવનાર કોઈ ન હતું. પિતાજીએ મને જલ્લાદોના હાથમાં સોંપી દીધી. એ જલ્લાદોએ મારા શરીરને કેવું કદરૂપું કરી નાંખ્યું હતું તે આપને જોવા ન મળ્યું! જોકે એ સારું જ થયું હતું, નહીંતર આપ આત્મભાન ગુમાવી દેત.'
‘એ વર્ણન આપણી દાસીએ મારી આગળ કર્યું હતું... એ સાંભળીને મારું હૈયું કાળો કકળાટ કરી ઊઠ્યું હતું...'
એવું બિહામણું મારું રૂપ કરી દેવામાં આવ્યું હતું, જાણે શું રાક્ષસી ન હોઉં! રાજમાર્ગો પર મને ફેરવવામાં આવી હતી. મારી આગળ ઢોલ વાગતા હતા.... મારા કલ્પાંતનો કોઈ પાર ન હતો.... જ્યારે સ્મશાન આવ્યું ત્યારે સૂર્ય અસ્ત થઈ ગયો.... મને જલ્લાદો સ્મશાનમાં લઈ ગયા. એક જગ્યાએ મને ઊભી રાખવામાં આવી. એક જલ્લાદ બોલ્યો : “અરે ક્રૂર રાક્ષસી, હવે તારો કાળ આવી ગયો છે.... તેં ઘણા નાગરિકોનું માંસ ખાધું છે. લોહી પીધું છે... એનું ફળ હવે ભોગવ. તારા ઇષ્ટદેવનું સ્મરણ કરી લે. અહીં તારી દયા ખાનાર કોઈ નથી...'
આમ કહીને એ જલ્લાદે પોતાનું ખગ હવામાં ઘુમાવ્યું... મારી આંખો પહોળી થઈ ગઈ.... હું બેબાકળી બની ગઈ.... ક્ષણવારમાં ભાન ગુમાવીને હું જમીન પર પડી ગઈ... બસ, પછી મને ખબર ન રહી કે એ જલ્લાદો કેમ ચાલ્યા ગયા.... જ્યારે મને ભાન આવ્યું ત્યારે ત્યાં કોઈ જ ન હતું. આકાશમાં
For Private And Personal Use Only