________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષિદત્તાની સાથે હું શ્વેત મહેલમાં પાછો આવ્યો. રાત્રિનો પ્રારંભ થઈ ગયો હતો. મહેલના બાહ્ય ભાગમાં અને અંદર દીપકો સળગી રહ્યા હતા. સમગ્ર નગરમાં ઉત્સવનું વાતાવરણ જામેલું હતું. મારા મનમાં પણ ઉત્સવનો ઉલ્લાસ હતો. સાથે સાથે, અનેક જિજ્ઞાસાઓથી હું ઉત્તેજિત પણ હતો.
શયનકક્ષમાં પ્રવેશ્યા પછી, કંઈક સ્વસ્થ બનીને મેં ઋષિદત્તાને પૂછ્યું : દેવી, આજે સવારે તમે આવ્યાં ત્યારથી મારા મનમાં એ જાણવાની જિજ્ઞાસા સળવળી રહી છે કે તમે જીવંત કેવી રીતે રહ્યા? જીવંત રહેવાના કોઈ સંયોગો જ ન હતા...”
ઋષિદના નીચે જમીન પર બેઠી હતી. હું પલંગ પર બેઠો હતો. તેણે મારી સામે જોયું. એની આંખોમાં એ જ હરણ જેવી નિર્દોષતા તરવરતી હતી. એના મુખ પર એવી જ ચન્દ્ર જેવી સૌમ્યતા છવાયેલી હતી.... જેવી સૌમ્યતા પહેલાં એના મુખ પર છવાયેલી હતી. તેણે કહ્યું :
નાથ, એ વાત બહુ લાંબી નથી, છતાં મારા મનોભાવોની અભિવ્યક્તિ સાથે જો એ ઘટનાનું વર્ણન કરું તો સમય વધુ લાગશે. આપની નિદ્રામાં વિલંબ થશે.'
ના ના, મને નિદ્રા આવતી જ નથી. મારે એ બધું જ અથથી ઇતિ સુધી સાંભળવું છે, જાણવું છે.'ઋષિદના સ્વસ્થ બની, ક્ષણભર આંખો બંધ કરી.... ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ અને બોલી :
સ્વામીનાથ, જ્યારે આપના પિતાજી અત્યંત રોષથી ધમધમતા આપણા શયનગૃહમાં ધસી આવ્યા અને મારા માથાના વાળનો ચોટલો પકડી મને ઢસડવા માંડ્યા ત્યારે મારી કલ્પનામાં ન આવે તેવી અકથ્ય વેદના મેં અનુભવી. મારી અસહાય... નિરાધાર દશા જોઈ... આ પૂર્વે આપ મારી પાસે આવી ગયા જ હતા. આપે મને થોડી ક્ષણોમાં જ આવનારી આપત્તિનો અણસાર આપી દીધો હતો.... પરંતુ આપે જે છેલ્લું વાક્ય કહેલું.... તેણે મારા હૃદયને વ્યથિત કરી દીધું હતું.... આપને કદાચ યાદ નહીં હોય.. કારણ કે આપ રોષમાં હતા.... આપે મને સાંજે સાવધાની આપી હતી. કે “આજે રાત્રે મારે
For Private And Personal Use Only