________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧ ૧૫ તેને પકડી મંગાવજો. તેનાં નાક-કાન કપાવી નાંખો. ગધેડા ઉપર બેસાડજો. આગળ ઢોલ વગડાવજો. આખા નગરમાં ફેરવજો અને પછી આપણા રાજ્યની બહાર કાઢી મૂકજો.' '
હું મહારાજાની આજ્ઞા સાંભળી રહ્યો હતો, ઐમિણીને જોઈ રહ્યો હતો. અમિણીના શ્વાસ અધ્ધર બંધાઈ ગયા હતા. ભયની આશંકાથી તે ખૂબ વ્યાકુળ થઈ ગઈ હતી.
સેનાપતિએ કહ્યું : “મહારાજા, આપની આજ્ઞાનું અક્ષરશઃ પાલન થશે. આપના કહ્યા મુજબ એ જોગણને રાજ્ય બહાર કાઢીને, આપના ચરણોમાં સેવક ઉપસ્થિત થશે.” મહારાજાને નમન કરીને સેનાપતિ ચાલ્યા ગયા.
મહારાજાએ રુક્મિણીને કહ્યું : “જા, હવે તારે તારા ભાગ્યને સહારે જીવવાનું છે. તારા ખોદેલા ખાડામાં તું જ પડી છે. કુમાર કનકરથનો કોઈ દોષ નથી. હવે તું તારા સ્થાને જઈ શકે છે.'
રુક્મિણી આંસુભરેલી આંખે ત્યાંથી ચાલી ગઈ. ક્ષણભર મારા હૃદયમાં એના પ્રત્યે કરુણા આવી ગઈ. પરંતુ એ માત્ર ક્ષણિક વીજળીનો ચમકારો હતો. એનાં કરપીણ કરતૂતો સ્મૃતિમાં આવતાં, એના પ્રત્યે તીવ્ર અણગમાનાં વાદળો ઘેરાઈ આવ્યાં.
હું મહારાજા પાસે ગયો. અને તેઓએ આદરપૂર્વક પોતાની પાસે બેસાડીને કહ્યું: “કુમાર, ઋષિદત્તા હરિપેણ રાજર્ષિની પુત્રી છે. મહારાજા હરિષણ સાથે અમારો ગાઢ સ્નેહસંબંધ હતો. એટલે ઋષિદત્તાને હું મારી જ પુત્રી માનું છું. હું ઋષિદત્તાને તો કહીશ જ, તમને પણ કહું છું કે આ ઘર ઋષિદત્તાનું પિતૃગૃહ જ છે.
મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે થોડાક દિવસો અહીં રહો. તમે હવે નિશ્ચિત રહેજો. રુકિમણી હવે તમારા માર્ગમાં આડે નહીં આવે. તમે આ રાજ્યના રમણીય પ્રદેશોમાં ફરો. આ રાજ્ય તમારું જ છે, એમ સમજીને તમે રહો. મને તો ખરેખર, આ સંસાર પ્રત્યે રાગ જ નથી રહ્યો.
મહારાજા સુરસુંદરની આંખો ભીની થઈ ગઈ હતી. તેમનો એક હાથ મારી પીઠ પર ફરી રહ્યો હતો. બીજા હાથે તેઓ ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી રહ્યા હતા, મેં તેઓને કહ્યું :
આપ મારા માટે પિતાતુલ્ય છો. આપની આજ્ઞા મને શિરોધાર્ય છે. હું અહીં થોડા દિવસો રોકાઈશ... પરંતુ મારી એક વિનંતી છે કે આપ હવે સ્વસ્થ રહેજો અને રુકિમણીનો અપરાધ ભૂલી જજો.”
For Private And Personal Use Only