________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૧૩
ઋષિદત્તા છે ત્યાં સુધી હું એની સાથે લગ્ન નહીં કરું. એટલે ઋષિદત્તાને મા૨ી પાસેથી દૂ૨ ક૨વા તેણે યોજના વિચારી. એ યોજનાને પાર પાડવા તેને સુલસા નામની એક જોગણ મળી ગઈ.... સુલસા પાસે યોગશક્તિ છે, મંત્રશક્તિ છે. રુક્મિણીએ એને સાધી. સુલસા રથમર્દન નગરમાં આવી અને એણે રોજ નગરમાં માનવહત્યા કરવા માંડી. યોગશક્તિથી એણે ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડવા માંડ્યું, એના ઓશીકે માંસના ટુકડા છુપાવવા માંડ્યાં. ઋષિદત્તા ઉપર કલંક મૂક્યું. એને મોતને ઘાટ ઉતારી દીધી. કહો રાજન, ઋષિદત્તાની નિર્દોષતાનો આનાથી વધીને બીજો કોઈ પુરાવો જોઈએ છે?’
મહા૨ાજાનું શરીર રોષથી કંપી રહ્યું હતું. તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. મુખ પર ઘોર વિષાદનાં વાદળો ઘેરાઈ ગયાં હતાં.
‘આવું ધોરાતિઘોર કુકર્મ રુક્મિણીએ કરાવ્યું? સુલસા જોગણે કર્યું? યોગશક્તિનો આવો ભયંકર દુરુપયોગ...?'
મહારાજા ઊભા થઈ ગયા. ભીંત પર લટકતી કટારીને એક ઝાટકે ખેંચી કાઢી અને બહાર જવા લાગ્યા.... હું એકદમ ઊભો થઈ ગયો. ત્વરિત ગતિએ મહારાજા પાસે જઈ, તેમને મારા બાહુપાશમાં પકડી લીધા.
‘કુમાર, મારે આવી પુત્રી નથી જોઈતી.... મારા નગરમાં આવી જોગણ નથી જોઈતી.... હું એ બંનેને યમલોકમાં પહોંચાડીશ....'
‘નહીં મહારાજા, આપે મને વચન આપેલું છે. આપ રુક્મિણીને સજા નહીં કરો. એનો અપરાધ માફ કરી દો. કારણ કે એના આખરી પ્રયત્નો હોવા છતાં ઋષિદત્તા મને જીવતી મળી ગઈ છે!' મેં રાજાના હાથમાંથી કટારી લઈ લીધી અને તેમને પલંગ પર સુવાડી આરામ કરવા કહ્યું. પરંતુ એ આરામ ક્યાંથી કરે? તેમણે તુર્ત પરિચારિકાને બોલાવીને, રુક્મિણીને હાજર કરવા આદેશ કર્યો. મેં મહારાજાને કહ્યું :
‘આપની અનુમતિ હોય તો હું ઋષિદત્તાને લઈ શ્વેત મહેલમાં જાઉં.'
‘હમણાં તમો બેસો કુમાર, હું પેલી દુષ્ટ જાગણને અહીં બોલાવું છું.' હું મંત્રણાગૃહની અટ્ટાલિકામાં ગયો. સૂર્ય અસ્તાચલ તરફ ઝૂક્યો હતો. પંખીઓ વૃક્ષો પર વિશ્રામ કરતાં હતાં. આકાશ સ્વચ્છ હતું.
ધીમા પગલે રુક્મિણી મંત્રણાગૃહમાં પ્રવેશી. મારી અને એની દૃષ્ટિ મળી. તુર્ત એણે પોતાની દૃષ્ટિ નીચી કરી દીધી. એણે એના પિતાના ચરણોમાં નમસ્કાર કર્યા. મહારાજાએ એને પૂછ્યું :
For Private And Personal Use Only