________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
પાંપણે બાંધ્યું પાણિયારું ગુપ્તચરોએ હત્યારાને પકડવાના ઘણા ઉપાયો કર્યા, છતાં હત્યારો ન પકડાયો. ત્યારે પિતાજીએ મંત્ર-તંત્રને જાણનારા બાવા-જોગી-સંન્યાસીઓને રાજસભામાં તેડાવ્યા, હત્યારાને પકડવા માટે તેમને તેમની મંત્રશક્તિનો પ્રયોગ કરવા કહ્યું. કોઈ તૈયાર થયું નહીં.... તેથી પિતાજીએ ગુસ્સે થઈને તે સહુને રાજ્ય છોડીને ચાલ્યા જવાની આજ્ઞા કરી. ત્યાં જ રાજસભામાં એક સંન્યાસિનીએ પ્રવેશ કર્યો અને એણે ઋષિદત્તા ઉપર હત્યાનો આરોપ મૂક્યો. એણે પ્રમાણ આપ્યું :
ઋષિદત્તાનું મુખ રોજ લોહીવાળું થાય છે, રોજ એના ઓશીકેથી માંસના ટુકડા નીકળે છે. રાજકુમાર આ જાણે છે... છતાં પત્નીમાંથી છુપાવે છે...' વગેરે...
પિતાજીને એ રાત્રે મને ઇરાદાપૂર્વક પોતાની પાસે સુવાડ્યો અને ત્યાં મારા શયનગૃહની આસપાસ ગુપ્તચરો ગોઠવી દીધા.. વહેલી સવારે ઋષિદત્તાનું મુખ લોહીથી રંગાયેલું ગુપ્તચરોએ જોઈ લીધું.... અંતે તેમણે મારા પિતાજીને જણાવી દીધું... પિતાજીએ ઋષિદત્તાને “રાક્ષસી કહી અને એનો વધ કરવાની જલ્લાદોને આજ્ઞા આપી દીધી.... જલ્લાદો એને....'
હું આગળ ન બોલી શક્યો મારી આંખો ભીની થઈ ગઈ હતી. મારો કંઠ અવરુદ્ધ થઈ ગયો હતો. હૃદયમાં સુલસા યોગિની પર રોષ ભભૂકી ઊઠ્યો હતો. મહારાજા સુરસુંદર પણ ઉત્તેજિત થઈ ગયા હતા. તેમણે મને પૂછયું :
કુમાર, બનેલી દુર્ઘટનામાં ઋષિદત્તા પર આરોપ આવે, તેવું જ બન્યું છે! ઋષિદત્તાની નિર્દોષતાનો પુરાવો માત્ર તમારું હૃદય છે. એ સિવાય બીજી કોઈ પુરાવો દેખાતો નથી.”
એ પુરાવો ગઈ રાત્રિમાં મળી ગયો... મહારાજા...” કેવી રીતે? ક્યાંથી મળ્યો? ‘તમારી પુત્રીએ પુરાવો આપ્યો!' રુક્મિણીએ! શું કહો છો?'
જી હા, આ સમગ્ર ષડ્યુંત્રની સૂત્રધાર આપની પુત્રી હતી આપની પુત્રી! એણે જ એના શ્રીમુખે પોતાનું પરાક્રમ કહી બતાવ્યું!'
‘દુષ્ટા... અધમ.... કુલટા..'મહારાજા સુરસુંદર રોષથી ધમધમી ઊઠ્યા.. સિંહાસન પરથી ઊભા થઈ ગયા. મેં તેઓનો હાથ પકડીને બેસાડ્યા અને કહ્યું:
મહારાજા, હજુ વાત અધૂરી છે, રુકિમણીએ આ ષક્ષેત્ર કેમ રચ્યું અને કેવી રીતે રચ્યું, તે વાત હજુ કહેવાની બાકી છે.
મેં ઋષિદત્તા સાથે લગ્ન કરી લીધાં એ રુકિમણીને જરાય ગમ્યું નહીં. એ મારી સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. તેણે વિચાર્યું કે જ્યાં સુધી મારી પાસે
For Private And Personal Use Only