________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ ૧
પાંપણે બાંધ્યું પાણિયારું કરવો પડ્યો? આજે સવારથી રુક્મિણી પણ અન્નજળનો ત્યાગ કરીને જ રહી છે. મેં એને શુભ સમાચાર આપ્યા ત્યારે તેણે રોવાનું બંધ કર્યું છે.' મેં નીચી દૃષ્ટિએ જ પ્રત્યુત્તર આપવા માંડ્યો :
મહારાજા, મારા અગ્નિસ્નાન કરવાના નિર્ણયનું કારણ આપ - જાણો તો સારું છે. એ જાણવાથી આપને સુખ નહીં થાય, ભારે દુઃખ થશે.'
હવે એવું દુઃખ નહીં થાય કુમાર, કારણ કે તમે હવે સ્વસ્થ છો, પ્રસન્ન છો. જોકે મારે તમને ન પૂછવું જોઈએ, છતાં એ જાણવું કદાચ મને બીજી દષ્ટિએ પણ ઉપયોગી બની શકે.”
મને પણ લાગ્યું કે મહારાજાને વાસ્તવિક પરિસ્થિતિ જણાવવી જોઈએ. સાથે સાથે તેઓ મિણીને સજા ન કરે, તેની બાંહેધરી પણ લઈ લેવી જોઈએ. મેં મહારાજાને કહ્યું :
મહારાજા, આપને જ્યારે કારણ જાણવું જ છે તો એ કારણ બતાવું છું, પરંતુ આપ મને વચન આપો કે એ જાણ્યા પછી આપ આપની પુત્રીને કોઈ કઠોર દંડ નહીં કરો.”
કુમાર, એ અંગે તમે નિર્ભય રહો. રુમિણીને મેં તમારી સાથે પરણાવી છે, એટલે એના પર તમારો સંપૂર્ણ અધિકાર છે. તમારી ઇચ્છા વિરુદ્ધ હું રુક્મિણીને કોઈ સજા નહીં કરું.' મહારાજાએ લાગણીભર્યા શબ્દોમાં બાંહેધરી આપી.
“આપ જાણો છો કે પહેલી વાર જ્યારે હું લગ્ન માટે કાવેરી આવવા નીકળ્યો હતો ત્યારે માર્ગમાંથી જ હું પાછો ફર્યો હતો કારણ કે માર્ગમાં આવતા આશ્રમમાં ઋષિકન્યા ઋષિદત્તા સાથે મેં લગ્ન કરી લીધાં હતાં. એ પછી તમારી કન્યા સાથે લગ્ન કરવાનો મારા મનમાં જરાય ઉમળકો ન રહ્યો હતો. ઋષિદત્તાની સાથે મારા દિવસો સુખમાં પસાર થતા હતા.... ત્યાં અચાનક મારા નગરમાં દુઃખદ અને આશ્ચર્યજનક ઘટના બનવા લાગી. રોજ રાત્રે એક નગરવાસીની હત્યા થવા લાગી અને ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડાવા માંડ્યું! એના ઓશીકા નીચેથી માંસના ટુકડા મળવા લાગ્યા....! મને સંપૂર્ણ વિશ્વાસ હતો ત્રઋષિદના પર.. એની નિર્દોષતા, સરલતા. દયાળુતા.... મેં આશ્રમમાં પણ જોઈ હતી. એ હત્યા....માનવ-હત્યા ન જ કરે... હું રોજ વહેલી સવારે ઊઠીને એનું મુખ ધોઈ નાંખતો અને માંસના ટુકડા ખાળમાં ફેંકી દેતો.
પરંતુ રોજ-રોજ નગરમાં માનવહત્યા ચાલુ હતી.... તેથી મારા પિતાજીએ હત્યા કરનારને પકડવા આકાશ-પાતાળ એક કરવા માંડ્યાં. સૈનિકો અને
For Private And Personal Use Only