________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૨૯ ચેતનવંતા બની ગયાં હતાં. હું પલંગ પરથી ઊભો થયો. ઋષિદત્તાનું સ્વાગત કરવા જ જાણે હું શયનખંડના દ્વાર સુધી ગયો!
અને આ કોણ?
ઋષિદત્તા? મારી આંખો વિસ્ફારિત થઈ ગઈ. મારા બે હાથ પ્રસારિત થઈ ગયા. હું આગળ વધ્યો. | ઋષિએ મને પ્રણામ કર્યા. મેં ધારીધારીને જોયું. એ ઋષિદત્તા જ હતી. મેં મારી આંખોને મસળી. ઉત્તરીય વસ્ત્રથી સાફ કરીહા, એ ઋષિદત્તા જ હતી, મારી ભ્રમણા ન હતી. હું કંઈ બોલું તે પહેલાં તો તેણે જ મારી કુશળતા પૂછી “નાથ, આપ કુશળ છો ને?'
દેવી, તમને પુનઃ પ્રાપ્ત કરીને કુશળ જ નહીં, કૃતાર્થ બની ગયો....! મને તમે મળ્યાં એટલે જીવન મળ્યું...'
હું ઋષિદત્તાની સાથે મહેલની અટ્ટાલિકામાં ગયો. ખુલ્લા આકાશની નીચે અમે બંને ઊભાં હતાં, ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. એક દિવ્ય ધ્વનિ ગુંજી ઊઠ્યો : “મારતી ઋષિd Mયતુ!'
આ દિવ્ય ઘટના જોઈને મહારાજા સુરસુંદર રાજમહેલમાં દોડી આવ્યા. મેં તેઓને કહ્યું : “ઋષિકુમારની અપૂર્વ કૃપાથી મને મારી ઋષિદત્તા મળી ગઈ છે!”
મહારાજા અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેઓએ નગરવાસીઓને આ વાત કહી, નગરજનો ઋષિદત્તાને જોઈને અનહદ આનંદિત થઈ ગયા. મહેલની પરિચારિકાઓનો વાર્તાલાપ મારા કાને અથડાયો: ‘આવી પ્રિયાને ખાતર રાજ કુમાર અગ્નિસ્નાન ન કરે તો કોના માટે કરે? કેવું અદ્ભુત રૂપ છે ઋષિદત્તાનું? આની આગળ રુક્મિણી કાંઈ જ નથી. સુવર્ણની આગળ નર્યું લોઢું!”
મહારાજા સુરસુંદરે મને કહ્યું : “રાજકુમાર, ઋષિદત્તાની સાથે મારા પટ્ટહસ્તી પર બિરાજમાન થાઓ અને મારા રાજમહેલને પાવન કરો.” વિવિધ વાદ્યો સાથે અને હજારો નગરજનો સાથે નગરમાં અમારી શોભાયાત્રા નીકળી.
મારું મન.... મારાં નયન.... ઋષિદત્તામાં પરોવાયેલાં હતા. મારા મનમાં જિજ્ઞાસાઓનો સાગર ઘૂઘવી રહ્યો હતો. મારી જિહ્વા ઋષિદત્તા સાથે પ્રેમાલાપ કરવા આતુર બની ગઈ હતી.... પરંતુ મારી પાસે જ મહારાજા સુરસુંદર બેઠા હતા. હું મૌન હતો, ઋષિદત્તા પણ મૌન હતી. છતાં એ મૌનમાં મધુરતા હતી. અમારાં હૃદયોનો પરસ્પર વાર્તાલાપ તો ક્યારનોય શરૂ થઈ ગયો હતો!
For Private And Personal Use Only