________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
પાંપણે બાંધ્યું પાણિયારું “શું એ જીવિત છે?” મેં અત્યંત ઉત્સુકતાથી પૂછ્યું. હા કુમાર! એ જીવિત છે!” મને લલચાવો નહીં, મુનિકુમાર, તુર્ત જ કહી દો... એ ક્યાં છે?”
રાજ કુમાર, ચાર દિશાઓના ચાર અધિપતિ હોય છે, તે તમે જાણો છો ને? તેમાં જે દક્ષિણ દિશાના અધિપતિ છે, તેમના નગરમાં ઋષિદના જીવિત છે.” “એને હું કેવી રીતે લાવી શકું?'
એ માટે કુમાર, મારે મારી જાતને ત્યાં મૂકવી પડે! મારા મિત્રની ખાતર હું મારી જાતને ત્યાં સમર્પી દઈશ. અને ઋષિદત્તા ત્યાંથી મુક્ત થશે. તમને મળી જશે
‘ઋષિકુમાર, હું તમને શું આપું? મારો આત્મા તમને સમર્પી દઉં છું..... તમારો ઉપકાર કોઈ જન્મમાં નહીં ભૂલું....'
તમારો આત્મા તમારી પાસે રાખો, કુમાર, પરંતુ મારી એક વાત તમે માનશો?'
એક નહીં, તમારી બધી જ વાત માનીશ પણ હવે તમે વિલંબ ન કરો.....' તો, હું જ્યારે તમારી પાસે વચન માગું ત્યારે તમારે તે આપવાનું અવશ્ય, હું પ્રતિજ્ઞા કરું છું.”
ભલે! તો હું હવે જાઉં છું, તમને થોડી જ ક્ષણોમાં તમારી દ્રષિદત્તા મળી જશે... તમારું કુશળ થાઓ! તમે સુખી થાઓ!”
એમ કહીને ઋષિકુમાર ત્યાંથી ચાલ્યા ગયા. મેં બે હાથ જોડ્યા, મસ્તક નમાવ્યું. એમના ભવ્ય સમર્પણને હું હૃદયથી વંદી રહ્યો. એમની નિઃસ્વાર્થ મૈત્રી ઉપર હું ઓવારી ગયો.
હું મારા શયનખંડમાં ઋષિદત્તાની પ્રતીક્ષા કરતો બેઠો હતો! મૃત ઋષિદત્તા મને જીવંત સ્વરૂપે મળવાની હતી. જેના મિલનનું મને સ્વપ્ન પણ નહોતું આવ્યું.... તેનું મિલન... યથાર્થ મિલન થવાનું હતું. થોડી ક્ષણોમાં જ આ અપૂર્વ... રોમાંચક ઘટના બનવાની હતી! મારો વિષાદ ઓગળી ગયો હતો. મારો પરિતાપ શાંત થઈ ગયો હતો. મારાં રોમેરોમે રોમાંચનાં ફૂલ ખીલી ગયાં હતાં. કોઈ અવ્યક્ત આનંદ મારા હૃદયમાંથી ઊભરાઈ રહ્યો હતો.
મહેલના ઝરૂખે મેના ને પોપટ આવીને બેસી ગયાં હતાં. મોરના શોર શરૂ થઈ ગયા હતા. મહેલમાં જીવંતતા ભાસતી હતી. દીવાલો પર અંકિત ચિત્રપટો
For Private And Personal Use Only