________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
પાંપણે બાંધ્યું પાણિયારું
‘કુમાર, આ સંસાર જ દુઃખમય છે! અગ્નિસ્નાન કરવાથી તમે સંસારથી તો મુક્તિ મેળવી શકવાના નથી. ફરીથી ક્યાંક જન્મ લેવો પડશે. ત્યાં વળી બાંધેલાં પાપકર્મોનું ફળ ભોગવવું પડશે! આપઘાત એ દુ:ખથી છૂટવાનો માર્ગ નથી, વધુ દુઃખી થવાનો માર્ગ છે.'
હું મુનિ કુમારની વાત સાંભળતો રહ્યો. મારી પાસે પ્રત્યુત્તર ન હતો. મુનિ કુમારે કહ્યું :
કુમાર, શું તમે એમ માનો છો કે આપઘાત કરવાથી તમને બીજા ભવમાં ઋષિદત્તા મળી જશે? એવી ભ્રમણામાં ન રહેશો. આ અનંત સંસારમાં કોઈ જીવ કઈ ગતિમાં જાય છે, તો કોઈ જીવ વળી કઈ ગતિમાં જાય છે! એમાંય આપઘાત કરનારની તો પ્રાયઃ દુર્ગતિ જ થાય છે. માટે આવો અયોગ્ય વિચાર ન કરો.
વળી તમે જ્યારે આશ્રમમાં મને મળ્યા ત્યારે મને શું કહીને સાથે લાવ્યા છો? તમારી આવી વાતથી મારા હૃદયને કેટલું દુઃખ થાય, તેનો તમે વિચાર કર્યો?'
“નિકુમાર, મને ક્ષમા કરો.... તમને હું જરાય દુઃખી કરવા નથી ઇચ્છતો, પરંતુ..”
પરંતુ બરંતુ કાંઈ નહીં, તમારે આપઘાત કરવાનો નથી. જો તમે જીવતા હશો તો ક્યારેક ઋષિદત્તા મળી આવશે!”
કેવી અસંભવિત વાત કરો છો મનિકુમાર? હવે આ ભવમાં ઋષિદત્તા મને કેવી રીતે મળશે? એ જીવતી હોય તો મળે ને? પરંતુ શું મૃત્યુ પામેલી એ પુનઃ જીવંત બની શકે ખરી!”
હા કુમાર, તમારા આવા અપૂર્વ સત્ત્વથી અને શ્રદ્ધાથી એ પુનર્જીવિત પણ થાય!'
ફરીથી બોલો, મુનિવર ફરીથી બોલો. શું તમે એને ક્યાંય જોઈ છે? એ જીવિત છે, એવા સમાચાર તમને મળ્યા છે? તમે બોલો, ઋષિકુમાર.... મને તમારા પર પૂર્ણ શ્રદ્ધા છે. તમારી વાતને હું સત્ય માનું છું.”
હું પલંગ પરથી ઊભો થઈ ગયો. ઋષિકુમારના ખભા પકડીને મેં તેમને આજીજી કરી. ઋષિકુમારના મુખ પર સ્મિત ખીલી ઊઠ્યું. તેમણે મને કહ્યું :
કુમાર, તમે વચન આપો પહેલાં, કે તમે આપઘાત નહીં કરો, અગ્નિસ્નાન નહીં કરો.. પછી બીજી વાત કરું.' મેં ઋષિકુમારને વચન આપ્યું. ઋષિકુમારે કહ્યું : કુમાર, હું મારા જ્ઞાનથી જાણું છું કે ઋષિદત્તા ક્યાં છે.”
For Private And Personal Use Only