________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
પાંપણે બાંધ્યું પાણિયારું રાજમહેલના વાતાયનોમાંથી પ્રભાતકાલીન તડકો મહેલમાં આવી ગયો હતો. મારાં બધાં જ પ્રભાતિક કાર્યો બાકી હતાં, અસ્વસ્થતા, ઉદ્વેગ, સંતાપ અને ઉત્તેજનાથી હું ઘેરાયેલો હતો છતાં, ઋષિકુમારનું સાન્નિધ્ય મારા મનને ગમતું હતું. મને લાગતું હતું કે અમાસની ઘોર અંધારી રાત્રિ જેવા મારા જીવનમાં એક તારો ચમકી રહ્યો છે. મેં મુનિ કુમારને કહ્યું :
“નિકુમાર, આજે રાત્રે એક ગુપ્ત ભેદ ખૂલી ગયો! ઋષિદત્તા અકલંક સિદ્ધ થઈ ગઈ. તે માનવભક્ષી ન હતી. તેના ઉપર ઇરાદાપૂર્વક કલંક મૂકવામાં આવ્યું હતું.....!'
“શું વાત કરો છો કુમાર? આ તમે કેવી રીતે જાણ્યું? કોની પાસેથી જાણ્યું?' મુનિ કુમારે વિસ્ફારિત નયને આતુરતાથી પૂછ્યું.
મેં જાણ્યું રુકિમણી પાસેથી. સમગ્ર ષડયંત્ર રુકિમણી રચનારી હતી...'
હેં?' મુનિકુમાર પલંગમાંથી ઊભા થઈ ગયા. મેં તેમનો હાથ પકડી તેમને મારી પાસે બેસાડ્યા અને કહ્યું :
રુક્મિણીએ સુલસા નામની યોગિનીના સહકારથી ઋષિદરાને કલંકિત કરી હતી. મારા નગરમાં રોજ માનવહત્યા કરનારી એ યોગિની હતી. ઋષિદરાનું મુખ લોહીથી લેપનારી અને એના ઓશીકે માંસના ટુકડા મૂકનારી એ યોગિની હતી!' “યોગવિદ્યાનો આવો ભયંકર દુરુપયોગ?'
હા, અયોગ્ય અને અપાત્ર જીવો કોઈ પણ શક્તિનો સદુપયોગ કરી શકતા નથી. પોતાને મળેલી શક્તિઓનો દુરુપયોગ કરી સ્વયં પોતાનો જ વિનિપાત સર્જે છે!'
“સાચી વાત છે તમારી, કુમાર! યોગિનીએ પોતાના તુચ્છ સ્વાર્થથી પ્રેરાઈને આવું ભયાનક કુકર્મ કર્યું... નિર્દોષ ઋષિદત્તાને..'
મોતની ખીણમાં ધકેલી દીધી.... મુનિવર, મારા હૃદયમાં એની જ ઘોર વેદના છે... રુક્મિણીએ મને મેળવવા માટે, મારી સાથે લગ્ન કરવા માટે ઋષિદત્તાનું કાસળ કઢાવી નાંખ્યું અને આ વાતનું એને અભિમાન છે! એ લે છે આવા કરપીણ કૃત્ય પર ગૌરવ!”
ઋષિકુમાર આંખો બંધ કરી ગંભીર વિચારમાં ડૂબી ગયા હતા. હું મૌન થઈ ગયો. મારું હૃદય સળગી રહ્યું હતું. મન રડી રહ્યું હતું. ઋષિકુમારે આંખો ખલી, મારી સામે જોયું.... મેં કહ્યું :
“ઋષિકુમાર, હવે મને જીવવાનો કોઈ રસ નથી. ઋષિદનાનો વિરહ મને અતિ વ્યાકુળ બનાવી રહ્યો છે. હું અગ્નિસ્નાન કરીશ.'
For Private And Personal Use Only