________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૦૫
મેં કહ્યું : ‘રાજન્, હવે સ્વસ્થ બનવું મારા માટે શક્ય નથી. મને જીવવાનો રસ નથી. ઝૂરી ઝૂરીને જીવવા કરતાં હું મોતને વધુ પસંદ કરું છું. તમે મને આ નિર્ણયનું કારણ ન પૂછશો.'
મહારાજા સુરસુંદરની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. ગદ્ગદ્ કંઠે તેઓ બોલ્યા : ‘કુમાર, અચાનક એવું શું બની ગયું? મારું કેવું દુર્ભાગ્ય? હું મહારાજા હેમરથને શું મોઢું બતાવીશ? ના, ના, કુમાર, હું તમને કોઈ પણ સંયોગમાં અગ્નિસ્નાન નહીં કરવા દઉં.’
અમારી વાત ચાલતી હતી ત્યાં ઋષિકુમારે અમારા ખંડમાં પ્રવેશ કર્યો, પરંતુ તેઓ દ્વા૨માં જ ઊભા રહી ગયા. મહારાજા બોલી ઊઠ્યા :
પધારો પધારો.... ઋષિકુમાર. તમે કુમારને છોડીને ક્યાં ચાલ્યા ગયા હતા?’ મહારાજાએ ઊભા થઈને ઋષિકુમારનું સ્વાગત કર્યું. ઋષિકુમાર આવીને મારી પાસે પલંગ પર બેસી ગયા. તેમણે મારી સામે જોયું. મારી દૃષ્ટિ જમીન પર જકડાઈ ગઈ હતી. મહારાજાએ ઋષિકુમારને કહ્યું :
‘ઋષિકુમાર, આ તમારા મિત્ર અગ્નિસ્નાન કરવા તૈયાર થયા છે. તમે એમને સમજાવો. તમે જ સમજાવી શકશો.'
મેં જોયું તો રાજાની વાત સાંભળીને ઋષિકુમાર હસી રહ્યા હતા! તેમણે મને કહ્યું : ‘કુમાર, આ શું વાત છે? મારી અનુપસ્થિતિમાં આવો નિર્ણય કેમ લઈ લીધો?'
મેં ઋષિકુમારની સામે જોયું, ઋષિકુમારે મહારાજા સામે જોઈને તેઓને ખસી જવા ઇશારો કર્યો. મહારાજા ત્યાંથી ઊઠીને ચાલ્યા ગયા. ઋષિકુમાર મારી નિકટ આવ્યા. મારા બંને હાથ તેમના બે હાથમાં પકડી તેમણે ખૂબ સ્નેહપૂર્ણ શબ્દોમાં કહ્યું :
‘કુમાર, શું બન્યું? જો મારાથી છુપાવવા જેવું ન હોય તો કહો.' મારી દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવીને તેમણે વાત કરી. મારી આંખો સજલ બની ગઈ હતી. કંઠ અવરુદ્ધ થઈ ગયો હતો. મેં ગદ્ગદ્ સ્વરે કહ્યું :
‘મુનિકુમાર, તમને શું કહું ? તમારાથી મેં મારા જીવનની કોઈ વાત છુપાવી નથી કે છુપાવવી નથી, પરંતુ જે ઘટના બની ગઈ છે તે એટલી બધી દુઃખદ છે કે તમને કહીને દુ:ખી કરવાના....’
'ભલે, મિત્રના દુઃખે દુઃખી થવામાં પણ આનંદ સમાયેલો હોય છે! મને વાત ક૨વાથી તમારું દુઃખ હળવું થશે.'
For Private And Personal Use Only