________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારની કેવી વિટંબણા? પોતાના સુખની ખાતર મનુષ્ય બીજા મનુષ્યને ઊંડી ખીણમાં ધકેલી દે છે! પોતાના સુખમય જીવનની ખાતર બીજા જીવાત્માને મોતના કૂવામાં ફેંકી દે છે! આવા ઘોર સ્વાર્થી સંસારનું મારે શું કામ છે? મારે નથી જોઈતું આવું કલંકિત સુખ. હું રુક્મિણીને સ્પર્શ તો ન કરી શકું, એનું રૂપ પણ જઈ ન શકું. એણે કરેલો અક્ષમ્ય.... અસહ્ય અપરાધ હું માફ કરી શકું નહીં... સાથે જ, મારે એને કોઈ સજા પણ કરવી નથી. મને હવે જીવનનો પણ મોહ નથી... કોના માટે જીવવાનું? જેના સંગે જીવનનો ઉમંગ હતો તે ઋષિદતા હવે મને મળે એમ નથી..... હું... કાયર... નિસત્ત્વ એને મૃત્યુદંડથી બચાવી ન શક્યો, તો હવે મને જીવવાનો અધિકાર નથી.'
હું શૂન્યમનસ્ક બની ગયો. મેં મારા અનુચરને બોલાવી કહી દીધું : “નગરની બહાર ચિતા ખડકી દો. હું અગ્નિસ્નાન કરીશ.” અનુચર સ્તબ્ધ બની ગયો. એને કાંઈ સમજાયું નહીં. એ ત્યાં જ ઊભો રહ્યો. મેં એને પુનઃ કહ્યું :
તું વિલંબ ન કર. જલદી જા અને ચિતા ખડકી દે.' એની આંખો આંસુ સારવા લાગી. તે રડી પડ્યો. એના રુદનનો અવાજ સાંભળી રાજમહેલના બીજા અનુચરો અને પરિચારિકાઓ દોડી આવ્યાં. સહુ મૌન ઊભાં રહી ગયાં.
“ના ના, મહારાજ કુમાર, એમ ન કરો.... અગ્નિસ્નાનનો વિચાર ત્યજી દો. આપણે આજે જ રથમર્દન નગરે ચાલ્યા જઈએ.'
ના, હવે પિતાજી પાસે પણ નથી જવું. ક્યાંય નથી જવું. તું ચિતા બનાવી દે. હવે હું જીવવા સમર્થ નથી.”
પરિચારકો પરિસ્થિતિ પામી ગયાં. તેઓ દોડતા રાજા સુરસુંદર પાસે ગયા. સમાચાર જાણીને રાજા સુરસુંદર શીધ્ર મારી પાસે દોડી આવ્યા. હું રાજમહેલનાં પગથિયાં ઊતરી રહ્યો હતો. રાજાએ મને તેમના બાહુપાશમાં જકડી લીધો. મને તેઓ મહેલમાં લઈ આવ્યા. બધા પરિચારકોને દૂર કરી રાજાએ મને ખૂબ વાત્સલ્યથી કહ્યું : “કુમાર, હું કોઈ કારણ જાણતો નથી કે તમારે અગ્નિસ્નાન શા માટે કરવું છે, પરંતુ તમારે આવું સ્ત્રીસુલભ અકાય ન કરવું જોઈએ. ગમે તેવા દુઃખમાં પણ પરાક્રમી પુરુષ આપઘાતનો વિચાર ન કરે. તમે સ્વસ્થ બનો.'
For Private And Personal Use Only